પેટ કમિન્સે જણાવી ભારતીય બેટ્સમેનોને રોકવા ઓસ્ટ્રેલિયાની ખાસ યોજના

PC: icc-cricket.com

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ પહેલા ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. સીરીઝની પ્રથમ મેચ શુક્રવારે મોહાલીના I.S. બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આ શ્રેણીના વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મીડિયા સાથે વાત કરી હતી. તેણે ટીમના આયોજન અંગે પણ ખુલાસો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે એવો પણ સંકેત આપ્યો હતો કે, ભારત સામેની ડેથ ઓવરોમાં એડમ ઝમ્પાનો ઉપયોગ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાની સામે એડમ ઝમ્પા ખૂબ મોંઘો સાબિત થયો હતો. તેણે કહ્યું, 'જો તમે તમારા ચાર ટોચના બોલરોને પસંદ કરો તો તેઓ કોઈપણ પરિસ્થિતિમાં બોલિંગ કરવા માટે તૈયાર હોવા જોઈએ. ઝમ્પા માત્ર રન રેટ ઘટાડવામાં જ સારો નથી પરંતુ ડેથ ઓવરોમાં સામેની ટીમની કેટલીક વિકેટ પણ લઈ શકે છે. તેથી જો અમે તેની બે, ત્રણ કે ચાર ઓવર બચાવીને રાખીએ છીએ તો મને કોઈ આશ્ચર્ય થશે નહીં.'

ઓસ્ટ્રેલિયા આ શ્રેણી જીતવા તો માંગે છે, પરંતુ ટીમ નથી ઈચ્છતી કે વર્લ્ડ કપ પહેલા ભેજવાળી સ્થિતિમાં ખેલાડીઓ થાકી જાય. પેટ કમિન્સે કહ્યું, 'અમે તે સંયોજનો તૈયાર કરવા માંગીએ છીએ, પરંતુ પ્રથમ મેચ રમતા પહેલા થાકવા માંગતા નથી. અમે અલગ-અલગ કોમ્બિનેશન અજમાવવાનો પ્રયાસ કરીશું અને કેટલાક અલગ-અલગ ખેલાડીઓને તક મળશે.' મિશેલ માર્શની કપ્તાનીએ નિયમિત કેપ્ટનને પ્રભાવિત કર્યો છે અને જો તે આરામ લેશે તો આ ઓલરાઉન્ડર ટીમનું નેતૃત્વ કરશે.

કેપ્ટન કમિન્સ એ વાતથી ખુશ છે કે, ઓલરાઉન્ડર માર્શ, માર્કસ સ્ટોઇનિસ અને ગ્રીન ઓસ્ટ્રેલિયાની બેટિંગને મજબૂત બનાવશે. તેણે કહ્યું, 'તમારી પાસે જેટલા વધુ ઓલરાઉન્ડર હશે, તમે તમારી બેટિંગ એટલી જ મજબૂત બનાવી શકો છો. આ તમને ચાર નિષ્ણાત બોલર પસંદ કરવાનો અથવા ત્રણ બોલર અને એક બેટિંગ ઓલરાઉન્ડર પસંદ કરવાનો વિકલ્પ આપે છે.

કેપ્ટન કમિન્સે કહ્યું, 'અમે આશા રાખીએ છીએ કે મેક્સી (ગ્લેન મેક્સવેલ) શ્રેણીમાં પાછળથી આવશે પરંતુ અન્ય ત્રણ ખેલાડીઓ (ગ્રીન, સ્ટોઇનિસ અને માર્શ) શાનદાર બોલિંગ કરી રહ્યા છે. તેથી હું આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું.' મેક્સવેલ અને એશ્ટન એગર હજી અહીં નથી, કારણ કે તેઓ પિતૃત્વની રજા પર છે અને શ્રેણી દરમિયાન તેઓ ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp