અક્ષર પટેલને શું થયું? આ ઓલરાઉન્ડરને એશિયા કપની ફાઈનલ પહેલા ભારતથી બોલાવ્યો

PC: cricketaddictor.com

બાંગ્લાદેશ સામેની સુપર-4ની છેલ્લી મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલને કાંડા પર બોલ વાગ્યો હતો. આ બોલ તેના બોલિંગવાળા હાથ પર વાગ્યો, જેના કારણે તે આગામી એશિયા કપ 2023માં શ્રીલંકા સામેની ટાઈટલ મેચમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને તાકીદે ટીમમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. સુંદર ભારતીય ટીમમાં અક્ષર કુમારના સ્થાને અથવા બેકઅપ ખેલાડી તરીકે જોડાશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વોશિંગ્ટન સુંદર રવિવારે શ્રીલંકા સામે એશિયા કપ ફાઈનલ માટે કોલંબોમાં ભારતીય ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે.

આવતીકાલે એટલે કે 17મી સપ્ટેમ્બરે ભારતીય ટીમ એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમવાની છે. પરંતુ આ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયામાં સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની અચાનક એન્ટ્રી થઈ છે.

રિપોર્ટ અનુસાર, 23 વર્ષીય સુંદરને અક્ષર પટેલના કવર ખેલાડી તરીકે બોલાવવામાં આવ્યો છે, જેની ઈજા વિષે સંપૂર્ણ જાણકારી તો નથી, પણ એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન બોલ તેના હાથમાં બોલ વાગ્યો હતો તેના કારણે તે મુશ્કેલીમાં પડી ગયો છે.

શુક્રવારે ભારતે સુપર-4ની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી, હવે ટીમ ઈન્ડિયાએ રવિવારે ફરી એકવાર શ્રીલંકા સામે ટાઈટલ મેચ રમવાની છે. જો અક્ષર પટેલ આ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ ન જણાય તો સુંદરને પ્લેઈંગ 11માં તેના સ્થાને તક મળી શકે છે.

અહીં તમને બતાવી દઈએ કે, સુંદર ભારતની એશિયન ગેમ્સ ટીમનો ભાગ છે અને હાલમાં બેંગલુરુમાં છે. ફાઈનલ પૂરી થયા પછી તે એશિયન ગેમ્સ કેમ્પમાં ફરી જોડાય તેવી અપેક્ષા છે. ચીનના હાંગઝોઉમાં રમતો શરૂ થાય તે પહેલા આ શિબિર 23 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

વોશિંગ્ટન સુંદરે આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામે ભારત માટે છેલ્લી વનડે રમી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે તેને વર્લ્ડ કપ 2023ની ટીમમાં સ્થાન આપ્યું નથી. પરંતુ હવે કદાચ તેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ વોશિંગ્ટન સુંદર કોલંબો જવાનો સંકેત આપ્યો છે. કાર્તિકે ટ્વિટ કર્યું, 'વોશિંગ્ટન સુંદર એરપોર્ટ પર મારી સાથે ટકરાયો, તમે ધારી લો કે તે ક્યાં જઈ રહ્યો છે???'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp