- National
- વર્લ્ડ કપને લઈ BCCI પર ભડક્યા કપિલ દેવ, બુમરાહને લઈ આપી આ સલાહ
વર્લ્ડ કપને લઈ BCCI પર ભડક્યા કપિલ દેવ, બુમરાહને લઈ આપી આ સલાહ
હાલનાં સમયમાં ઘણાં ભારતીય ક્રિકેટરો ઈજા લઈ બહાર ચાલી રહ્યા છે. ભારતીય ટીમના અગત્યના ખેલાડીઓ ઈન્જરીને લઇ ટીમમાંથી બહાર છે. જેમાં જસપ્રીત બુમરાહ, રીષભ પંત અને લોકેશ રાહુલનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના આ અગત્યના ખેલાડીઓની ઈન્જરીને લીધે ટીમ ઈન્ડિયા એક મજબૂત ટીમ બની શકી નથી. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાના મુદ્દાને લઇ વાત કરી છે અને સાથે જ BCCIને ફટકાર પણ લગાવી છે.
પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ધ વીક સાથે વાત કરતા જસપ્રીત બુમરાહની પ્રગતિને લઇ સવાલ ઉભા કર્યા છે. પૂર્વ કેપ્ટને કહ્યું કે, બુમરાહ જે એક વર્ષથી ક્રિકેટથી બહાર ચાલી રહ્યો છે. હવે જ્યારે વર્લ્ડ કપ નજીક છે, એવામાં જો તે સમય રહેતા ફિટ થઇ શકતો નથી તો તેના પર ફોકસ કરવું સમયની બર્બાદી છે.

ભારતને 1983નો વર્લ્ડ કપ જીતાડનારા કપિલ દેવ આગળ કહે છે કે, બુમરાહનું શું થયું? તેણે આત્મવિશ્વાસની સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. પણ જો તે વર્લ્ડ કપ સેમીફાઈનલ/ફાઈનલમાં નથી...તો આપણે તેની પાછળ સમય વેડફી નાખ્યો છે. રિષભ પંત, એક જોરદાર ક્રિકેટર છે. જો તે ત્યાં હોત તો આપણી ટેસ્ટ ક્રિકેટ સારી થઇ હોત.
કપિલ દેવે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ભગવાન દયાળુ છે. એવું નથી કે મને ક્યારેય ઈન્જરી નથી થઇ. પણ આજના સમયમાં ક્રિકેટર્સ વર્ષમાં 10 મહિના ક્રિકેટ રમી રહ્યા છે. સૌ કોઈએ પોતાનું ધ્યાન રાખવાનું રહેશે. IPL સારી છે પણ આ ટૂર્નામેન્ટ ખેલાડીઓને બર્બાદ પણ કરી શકે છે. કારણ કે જો તમે નજીવી ઈન્જરીની સાથે IPL રમો છો, તો તે ત્યાર પછી તમને પરેશાનીમાં મૂકી શકે છે. હળવી ઈજા થવા પર તમે ભારત માટે રમી શકશો નહીં. તમે બ્રેક લઇ શકો છો. હું આ વિશે ખુલીને વાત કરવાની કોશિશ કરું છું.
કપિલ દેવ આગળ કહે છે કે, જો તમને હળવી ઈજા પહોંચી છે અને તમે IPL રમી રહ્યા છો, પછી તે IPLની અગત્યની મેચ કેમ ન હોય, આ તમારા માટે મુશ્કેલીની સ્થિતિ પેદા કરી શકે છે. ક્રિકેટ બોર્ડે(BCCI) સમજવું જોઇએ કે કેટલી ક્રિકેટ રમવી જોઈએ. આજે જો તમારી પાસે સંસાધન છે, પૈસા છે પણ તમારી પાસે 3 કે 5 વર્ષનું કેલેન્ડર નથી...તો ક્રિકેટ બોર્ડમાં કશી ગડબડ હોવાની વાત સામે આવવા લાગે છે.

