જાણો ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલ મેચમાં વરસાદ થયો તો કોણ જશે ફાઈનલમાં

PC: english.jagran.com

ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડનું ટોપ-4માં જવાનું માત્ર એક ઔપચારિકતા છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ બાદ એ પણ પૂરી થઈ જશે. સેમીફાઇનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે અને ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થશે. ભારતે અત્યાર સુધી 8 મેચ જીતી છે અને તેનું પહેલું સ્થાન પાક્કું છે. તો ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલાં જનારી અંતિમ ટીમ હશે. આ કારણે સેમીફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો સામનો લગભગ પાક્કો છે.

મુંબઇમાં થનારી મેચો પર હંમેશાં જ કમૌસમી વરસાદ પડવાનું જોખમ રહે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સેમીફાઇનલ મેચો માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો કે, જો મેચ રિઝર્વ ડે પર પણ સમાપ્ત થતી નથી તો શું થશે? જો એવી સ્થિતિ છે તો ભારતને ફાયદો મળશે. નિયમો મુજબ, જો રિઝર્વ ડે પર પણ મેચ સમાપ્ત થઈ શકતી નથી તો જે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ઉપરના નંબરે હશે તેને ફાઇનલ રમવાનો અવસર મળશે.

પાકિસ્તાને વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની અંતિમ લીગ મેચમાં લગભગ અસંભવ અંતર સાથે ચમત્કારિક જીત હાંસલ કરવી પડશે, જ્યારે ઇંગ્લેન્ડની નજરે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વાલિફાઈ કરવા પર હશે. શ્રીલંકાને 5 વિકેટે હરાવીને ન્યૂઝીલેન્ડની રનરેટ ખૂબ સારી થઈ છે, જેથી પાકિસ્તાનની સેમીફાઇનલમાં જવાની આશા પર લગભગ પાણી ફરી ગયું. વર્ષ 1992ની ચેમ્પિયન પાકિસ્તાને હવે અસંભવ અંતરે ઇંગ્લેન્ડને મેચ હરાવવું પડશે.

ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ આ સમયે પ્લસ 0.743 છે, જ્યારે પાકિસ્તાનની નેટ રનરેટ પ્લસ 0.036 છે. બાબર આઝમની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરે છે તો 287 રને જીતવું પડે તેમ હતું, પરંતુ ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા હવે પાકિસ્તાને 284 બૉલ બાકી રહેતા જીત હાંસલ કરવી પડશે, જે અસંભવ જેવુ છે.

વર્લ્ડ કપમાં બાકી મેચોનું શેડ્યૂલ:

12 નવેમ્બર: ભારત વર્સિસ નેધરલેન્ડ્સ, બેંગ્લોર, બપોરે 2:00 વાગ્યાથી

15 નવેમ્બર: પહેલી સેમીફાઇનલ, બપોરે 2:00 વાગ્યાથી

16 નવેમ્બર: બીજી સેમીફાઇનલ, બપોરે 2:00 વાગ્યાથી

19 નવેમ્બર: ફાઇનલ, અમદાવાદ, બપોરે 2:00 વાગ્યાથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp