26th January selfie contest

શું ચીટિંગ કરીને જાડેજાએ લીધી 5 વિકેટ? ટીમ મેનેજમેન્ટે ICCને આપ્યો આ જવાબ

PC: zeenews.india.com

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં ભારતમાં છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી. તેણે વિપક્ષી ટીમના બે ધુરંધર બેટ્સમેનોને આઉટ કર્યા અને જલદી જ 5 વિકેટ કાઢીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધી. તે ઘણા સમય બાદ ટેસ્ટ મેચોમાં કમબેક કરી રહ્યો હતો અને તેની શાનદાર બોલિંગ ચર્ચાનો વિષય બની, પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયાએ કદાચ રવીન્દ્ર જાડેજાની એક ચીટિંગ પકડી લીધી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનાથી ઓસ્ટ્રેલિયન મીડિયા અને ક્રિકેટ સમુદાયમાં હોબાળો મચી ગયો છે. અહીં સુધી ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ નિશાનો સાધ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે રવીન્દ્ર જાડેજા બોલિંગ માટે તૈયાર થવા અગાઉ મોહમ્મદ સિરાજ તેની પાસે આવે છે અને સિરાજના હાથ પર કોઇ પદાર્થ લાગેલો હોય છે જેને રવીન્દ્ર જાડેજા પોતાની આંગળી પર ઉઠાવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રવીન્દ્ર જાડેજાએ મોહમ્મદ સિરાજના હાથે ઊઠવેલો કોઇ પદાર્થ પોતાના બોલિંગ હેન્ડની એ આંગળી પર લગાવ્યો છે જેનાથી તે બૉલને સ્પિન કરાવે છે.

જોતા એ પણ લાગી રહ્યું છે કે, તે કોઇ ચિકાશવાળો પદાર્થ છે. એવામાં રવીન્દ્ર જાડેજાએ કોઇ ચીટિંગ કરી છે કે તે જોવા જોવાનો વિષય છે. આ વીડિયોને ટિમ પેને પણ શેર કર્યો છે, જ્યારે માઇકલ વોને કહ્યું કે, અમે પહેલા ક્યારેય એવી જોયું નથી. ઉલ્લેખનીય છે કે આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુસેન સહિત 5 ખેલાડીઓને આઉટ કર્યા હતા. શરૂઆતમાં તેને પીચથી કોઇ મદદ મળી રહી નહોતી, પરંતુ બીજા સેશનમાં તેણે પહેલા તો મર્નસ લાબુસેનને આઉટ કરી દીધો અને પછી મેટ રેનશોને LBW  કરીને પોવેલિયન મોકલી દીધો. ત્યારબાદ સ્ટીવ સ્મિથને તેણે ક્લીન બોલ્ડ કરી દીધો.

કહેવામાં આવી રહ્યું છે કે, રવીન્દ્ર જાડેજા દુઃખતી આંગળીઓ પર મલમ લગાવી રહ્યો હતો. જો કે એવું કંઇક કરવા અગાઉ તેણે અમ્પાયરને કહી દેવું જોઇતું હતું. જે પ્રકારે વીડિયોમાં રવીન્દ્ર જાડેજા કરી રહ્યો છે. એ પ્રકારે કહી શકાય કે તે ચીટિંગ કરી રહ્યો હતો, પરંતુ હકીકત શું છે એ હજુ સ્પષ્ટ થવાની બાકી છે. રવીન્દ્ર જાડેજા પર લાગેલા ગંભીર આરોપો પર ભારતીય ટીમ મેનેજમેન્ટે ICCને સ્પષ્ટતા આપી છે. ટીમ મેનેજમેન્ટે મેચ રેફરીને જણાવ્યું કે જાડેજાએ પોતાની આંગળી પર દર્દ નિવારક દવા લગાવી હતી. પહેલા દિવસની રમત સમાપ્ત થયા બાદ મેચ રેફરીએ ભારતીય કેપ્ટન રોહિત શર્માઅને વીડિયો દેખાડ્યો હતો. જાડેજા પણ એ સમયે ઉપસ્થિત હતો. ત્યારે ટીમ મેનેજમેન્ટે ક્લિયર કર્યું કે એ માત્ર એક મલમ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp