26th January selfie contest

IPLની ટ્રોફી પર સંસ્કૃતમાં લખેલો હોય છે શ્લોક, જાણો તેનો મતલબ

PC: zeenews.india.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની શરૂઆતમાં માત્ર 2 દિવસનો સમય બચ્યો છે. 16મી સિઝનની પહેલી મેચ 31 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. તમામ ટીમોની નજર IPLની ટ્રોફી પર છે. દરેક સિઝનમાં આ ટ્રોફીને મેળવવા માટે તમામ ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. IPLની પહેલી સિઝન વર્ષ 2008માં રમાઇ હતી, તે દરમિયાન ટ્રોફી અત્યારની ટ્રોફી કરતા ઘણી અલગ હતી.

પહેલી સિઝનમાં ટ્રોફીનો આકાર ભારતના નકશાના રૂપમાં હતો. થોડાં વર્ષો બાદ ટ્રોફી ઘણી બદલાઇ ગઈ. ત્યારબાદ સમય-સમય પર ટાઇટલ અને સ્પોન્સર્સ પણ બદલાતા રહ્યા. હાલના સમયમાં ટાટા ટાઇટલ સ્પોનર છે. નવી ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્લોક લખેલો દેખાય છે જે યુવાનોને ખૂબ જ પ્રેરિત કરે છે. ટ્રોફી પર ‘યત્ર પ્રતિભા પ્રાપ્નોતિ’ સંસ્કૃત શ્લોક લખેલો હોય છે. જેનો મતલબ છે કે, જ્યાં પ્રતિભા અને અવસરનું મિલન થાય છે. જોકે, IPL નો મોટો સંસ્કૃત ભાષામાં લખેલો હોય છે, આથી મોટાભાગના લોકોને તેના વિશે ખબર નથી હોતી. પહેલા તો તેને યોગ્યરીતે વાંચી નથી શકતા અને જો વાંચી પણ લે તો તેનો અર્થ સમજી નથી શકતા. જોકે, સંસ્કૃત આપણા દેશ ભારતવર્ષની પુરાતન ભાષા છે, પરંતુ વ્યાપક સ્તર પર પ્રચાર પ્રસારના અભાવમાં આ ભાષા લોકોને નથી આવડતી.

IPLની ટ્રોફી પર જે લખેલું હોય છે, તેને ક્યાંક ને ક્યાંક આ ટૂર્નામેન્ટ સાબિત પણ કરે છે. આજની તારીખમાં ટીમ ઇન્ડિયામાં ઘણા એવા ખેલાડી રમી રહ્યા છે, જે પહેલા IPLમાં રમ્યા અને પોતાની પ્રતિભાને સાબિત કરી અને ત્યારબાદ તેમને ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી. તેનું સૌથી મોટું ઉદાહરણ જસપ્રીત બુમરાહ છે, જે પહેલા IPLમાં જ રમ્યો અને ત્યારબાદ ટીમ ઇન્ડિયામાં સામેલ થયો.

IPLની ટ્રોફીને ઘણી ટીમોએ હજુ સુધી મેળવી નથી. આ ટ્રોફીને સૌથી વધુ વાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઉઠાવી છે. મુંબઈએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં તેને પાંચવાર હાંસલ કરી છે. તેમજ, ધોનીની CSKએ પણ IPLમાં ચારવાર ટાઇટલ જીત્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે, 2023 ધોનીની છેલ્લી IPL સિઝન હશે. હવે જોવુ એ રહે છે કે તે પોતાના IPL કરિયર પર ટ્રોફી સાથે ફુલસ્ટોપ લગાવવામાં સફળ થાય છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp