ભારતીય ટીમનું આ કેવું સંકટ? 100, 200 આ 300 બનાવતા બેટ્સમેનો જ ટીમમાં નથી

PC: khabarchhe.com

ભારતીય ટીમ હાલના દિવસોમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ રમી રહી છે. ગુવાહાટીમાં થયેલી પહેલી મેચમાં ભારતીય ટીમે 67 રનોથી જીત હાંસલ કરી છે, મેચમાં વિરાટ કોહલીએ 113 રનોની ઇનિંગ રમી અને વર્ષ 2023ની શનદા શરૂઆત કરી, પરંતુ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન પર સવાલ ઊભા કરી દીધા હતા કેમ કે ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને જગ્યા મળી નહોતી.

બંને જ ખેલાડી ખાસ છે કેમ કે સૂર્યકુમાર યાદવે પોતાની ગત મેચમાં સદી બનાવી હતી, જ્યારે ઇશાન કિશને પોતાની ગત મેચમાં બેવડી સદી બનાવી હતી. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. પૃથ્વી શૉ જેણે રણજી ટ્રોફીમાં રેકોર્ડ 379 રનોની ઇનિંગ રમી છે, પરંતુ ખાસ વાત એ છે કે આ ત્રણેય જ ખેલાડી ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવ:

વર્ષ 2022માં T20 ક્રિકેટમાં ધમાલ મચાવનારા સૂર્યકુમાર યાદવે આ વર્ષની પણ ધમાકેદાર શરૂઆત કરી છે. શ્રીલંકા વિરુદ્ધ થયેલી T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવે શાનદાર સદી બનાવી હતી અને કમાલ કરી દીધી હતી. સૂર્યકુમાર યાદવે રાજકોટમાં થયેલી T20 મેચમાં 112 રનની ઇનિંગ રમી, પરંતુ ત્યારબાદ શરૂ થયેલી વન-ડે સીરિઝની પહેલી મેચમાં જ તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળી.

ઇશાન કિશન:

શ્રીલંકા સીરિઝ માટે વિકેટકીપર બેટ્સમેન ટીમ સાથે જોડાયેલા ઇશાન કિશનને પહેલી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળી નહોતી. એ ત્યારે થયું જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ સમાપ્ત થયેલી સીરિઝની છેલ્લી મેચમાં બેવડી સદી લગાવી હતી. ત્યારે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાના કારણે ઇશાન કિશનનને એક બેટ્સમેન તરીકે જગ્યા મળી હતી અને તેણે 210 રનોની ઇનિંગ રમી હતી.

પૃથ્વી શૉ:

લગભગ છેલ્લા 2 વર્ષથી ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહેલો પૃથ્વી શૉ સતત રન બનાવી રહ્યો છે. હવે રણજી ટ્રોફીમાં બુધવારે તેણે કમાલ કરી દીધી, જ્યારે મુંબઈ માટે રમતા આસામ વિરુદ્ધ તેમણે 379 રનોની ઇનિંગ રમી, પરંતુ 23 વર્ષીય પૃથ્વી શૉ સાથે ચિંતા એ છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ટીમમાં વાપસીનો પ્રયત્ન કરી રહ્યો છે અને તેના માટે જગ્યા બની રહી નથી.

હાલના સમયમાં ભારતીય ટીમનો પુલ એટલો મોટો થઈ ગયો છે કે માત્ર 11 ખેલાડીને પસંદ કરવાનું મુશ્કેલ ભરેલું કામ છે. એવામાં દરેક વખત એમ થાય છે કે કોઈક ને કોઈક સારો ખેલાડી કે ફોર્મમાં ચાલી રહેલો ખેલાડી રમી શકતો નથી કેમ કે ટીમ મેનેજમેન્ટ ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખતા એક કોમ્બિનેશન બનાવે છે અને તેની સાથે મેચમાં ઉતરે છે. થોડા સમય પહેલા સુધી ભારતીય ટીમો એક સાથે રમી રહી હતી કે પછી જો સીનિયર ખેલાડી બ્રેક પર જતા હતા તો બીજી ટીમ સીરિઝ રમી રહી હતી, જેની આગેવાની ઘણી વખત શિખર ધવન, રિષભ પંત કે કે.એલ. રાહુલે કરી હતી. આ સીરિઝમાં યુવાનોને જગ્યા મળી જતી હતી કેમ કે સીનિયર ખેલાડી ત્યારે બ્રેક પર રહે છે, પરંતુ સીનિયર ખેલાડીઓની વાપસી સાથે જ જગ્યા પર જોખમ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp