RRRએ રચ્યો ઇતિહાસ, દીપિકાએ લૂંટી મહેફિલ, ઓસ્કાર 2023માં ભારતની ધૂમ

PC: saamtv.com

95મા અકાદમી એવોર્ડ્સ એટલ કે 2023માં ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે. ઓસ્કાર 2023માં ભારતીય ફિલ્મ RRRએ ઇતિહાસ રચ્યો છે. આ વર્ષે આવેલું ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRનું સોંગ ‘નાટુ નાટુ’ને બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. એ એવોર્ડ જીતીને મ્યૂઝિક કમ્પોઝર એમ.એમ. કિરાવાનીએ ભારતીય જનતાની છાતી ગર્વથી પહોંળી કરી દીધી છે. એ સિવાય ઓસ્કાર 2023માં ભારતની શોર્ટ ડોક્યૂમેન્ટ્રી ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’એ પણ એવોર્ડ જીત્યો છે.

પ્રોડ્યુસર ગુણિત મોંગાની આ ફિલ્મને ખૂબ પ્રેમ આપવામાં આવ્યો. દીપિકા પાદુકોણ આ એવોર્ડ સેરેમનીમાં પ્રેઝન્ટર તરીકે પહોંચી હતી. તેના લૂકની પણ ખૂબ ચર્ચા થઇ. નાટુ નાટુના લાઈવ પ્રદર્શન પર આખું હોલિવુડ ઝૂમી ઉઠ્યું. નાટુ નાટુ સોંગના ઓસ્કાર એવોર્ડ જીતવા પર RRR એક્ટર જુનિયર NTRએ નિવેદન આપ્યું છે. તે કહે છે કે, હું પોતાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. એ માત્ર RRRની જ નહીં, પરંતુ આખા ભારતની જીત છે. હું માનું છું કે, આ બસ શરૂઆત છે. તેનાથી ખબર પડે છે કે ભારતીય સિનેમા કેટલે દૂર જઈ શકે છે.

કિરવાની ભાઈ અને ચંદ્રબોસ ભાઈને શુભેચ્છા. અમારા કહાનીકાર રાજામૌલી અને પ્રેમ આપનારા દર્શકો વિના એ સંભાવન નથી. હું ફિલ્મ ધ એલિફંટ વ્હિસ્પર્સ’ને પણ શુભેચ્છા પાઠવવા માગીશ, જે આજે વધુ એક ઓસ્કાર ભારત લઈને આવ્યા છે. લેજેન્ડરી એક્ટર હેસિસન ફોર્ડે બેસ્ટ પિક્ચરનો એવોર્ડ પ્રેઝન્ટ કર્યો. બેસ્ટ પિક્ચરનો એવોર્ડ ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન’ને મળ્યો. આ ફિલ્મને 11 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી 7 કેટેગરીમાં તેણે એવોર્ડ જીત્યા.

 
 
 
View this post on Instagram

A post shared by Guneet Monga Kapoor (@guneetmonga)

 
 
 
View this post on Instagram

A post shared by Guneet Monga Kapoor (@guneetmonga)

હોલિવુડ એક્ટ્રેસ મિશેલ યોહને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. તેણે ફિલ્મ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સમાં શાનદાર ભૂમિકા ભજવી, જેના ઓસ્કાર 2023માં વખાણ કરવામાં આવ્યા. મિશેલ પહેલી એશિયન એક્ટ્રેસ છે જેણે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. મિશેલે પોતાની સ્પીચમાં કહ્યું કે, આજે તેના જેવા દેખાતા બાળકો, જે તેને આ સેરેમનીમાં જોઈ રહ્યા છે, આ એવોર્ડ તેમની આશાનું મધ્યમ છે કે સપના સાચા થાય છે. ઓસ્કાર 2023માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ હોલિવુડ એક્ટર બ્રેન્ડન ફ્રેઝરે જીત્યો. એવોર્ડ લેતા તેના આંસુ નીકળી પડ્યા. તેણે પોતાની ફિલ્મની ટીમનો આભાર માન્યો. તેની સ્પીચ સાંભળતા આખા થિયેટરમાં શાંતિ છવાઈ ગઈ અને બધા ઈમોશનલ થતા નજરે પડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp