ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જણાવ્યું ભારતમાં સીરિઝ જીતવી કેટલી જરૂરી

PC: khabarchhe.com

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસે બચ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે બેંગ્લોરમાં કેમ્પ લગાવીને પ્રેક્ટિસ શરૂ કરી હતી અને હવે વારો છે અસલી લડાઈનો. 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે, આ અગાઉ ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓએ સીરિઝ બાબતે પોતાના દિલની વાત કહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર સહિત અન્ય ખેલાડીઓએ જણાવ્યું કે, ભારતમાં સીરિઝ જીતવું એશેજથી પણ મોટું હશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ ખેલાડીઓએ પોતાના અનુભવ શેર કર્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે અહીં સીરિઝ જીતવાનું ખૂબ મુશ્કેલ રહ્યું છે અને જો અમે જીતીએ છીએ તો તે ખૂબ ઐતિહાસિક થશે. ડેવિડ વોર્નરે જણાવ્યું કે, એ ખૂબ જરૂરી છે, અમને અહીં દુનિયાના સૌથી મુશ્કેલ અને બેસ્ટ સ્પિનર્સ વિરુદ્ધ રમવાનો ચાંસ મળશે. ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયને કહ્યું કે, તે એક મોટો અને પડકારપૂર્ણ હશે, પરંતુ મને લાગે છે કે હું પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરી શકું છું અને આ સીરિઝમાં એ જ પ્રયત્ન કરીશ.

ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કહ્યું કે, એક તરફ એશેજનો ઇતિહાસ છે, જ્યાં અમે જીતી રહ્યા છીએ, પરંતુ બીજી તરફ ભારત છે જ્યાં સીરિઝ જીત્યાનો લાંબો સમય થઈ ગયો. ઓસ્ટ્રેલિયા છેલ્લી વખત ભારતમાં કોઈ ટેસ્ટ સીરિઝ વર્ષ 2004-05માં જીતી હતી. ત્યારે ભારતને 1-2થી સીરિઝ ગુમાવવી પડી હતી. જો કોઈ છેલ્લી ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2014-15ની સીરિઝ જ જીતી હતી. ત્યારબાદ 3 વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી થઈ અને ત્રણેય વખત ભારતે જ બાજી મારી છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યૂ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp