ગાવસ્કરના મતે IPL પહેલા કોહલી સચિનનો સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડી નાખશે

PC: abplive.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી પૂરી કરવાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તિરુવનંતપુરમ વનડેમાં શ્રીલંકા સામે કોહલીની 160 રનની ઇનિંગ બાદ ગાવસ્કરે આ નિવેદન આપ્યું હતું. વનડેમાં કોહલીની આ 46મી સદી હતી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીની આ 73મી સદી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંડુલકર પછી વિરાટ સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીનો રેકોર્ડ છે. ગાવસ્કરે કહ્યું કે, વિરાટ જે ફોર્મમાં છે અને અત્યારે રમી રહ્યો છે. તેને જોતા વિરાટ IPL પહેલા ODIમાં સૌથી વધુ સદીનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે. તમને જણાવી દઈએ કે સચિને વનડેમાં 49 અને વિરાટે 46 સદી ફટકારી છે.

સૂત્રો સાથે વાત કરતાં સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તે (વિરાટ) અત્યારે જે ફોર્મમાં રમી રહ્યો છે. હવે અમારી પાસે ન્યુઝીલેન્ડ સામે ત્રણ વનડે અને ઓસ્ટ્રેલિયા સામે વધુ 3 વનડે છે. એટલે કે IPL પહેલા 6 ODI અને વિરાટને સચિનની બરાબરી કરવા માટે વધુ 3 સદીની જરૂર છે. હવે તે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોતા મને લાગે છે કે તે IPL પહેલા જ સૌથી વધુ વનડે સદીનો સચિનના રેકોર્ડને તોડી નાખશે.'

એટલું જ નહીં ગાવસ્કરે વિરાટ વિશે બીજી મોટી વાત કહી. તેણે એ પણ આગાહી કરી હતી કે, કોહલી ક્યારે સચિનનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડી શકે છે. ગાવસ્કરે કહ્યું, જો વિરાટ આગામી 5 કે 6 વર્ષ સુધી ક્રિકેટ રમશે તો તે સચિનનો આ રેકોર્ડ તોડી નાખશે. તેની સરેરાશ દર વર્ષે 6-7 સદી છે. જો તે 40 વર્ષની ઉંમર સુધી રમશે તો આગામી 4-5 વર્ષમાં જ તે સદીના મામલામાં સચિનથી આગળ નીકળી જશે.

ગાવસ્કરે કહ્યું કે, 'સચિન એટલા માટે 40 વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમી શક્યો. કારણ કે તે પોતાની ફિટનેસ પર ઘણું કામ કરતો હતો અને વિરાટ ફિટનેસના મામલે પણ શાનદાર છે. તે અત્યારે માત્ર 34 વર્ષનો છે. જો તે આગામી કેટલાક વર્ષો સુધી પોતાને ફિટ રાખી શકશે તો તેને પણ 40 વર્ષ સુધી ક્રિકેટ રમવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આવી સ્થિતિમાં તેના માટે સચિનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ નહીં હોય.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp