જ્યારે અક્કલ વેચાતી હતી ત્યારે... પાકિસ્તાની પૂર્વ ખેલાડીએ દ્રવિડ વિશે ઝેર ઓક્યુ

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવાની લડાઈ ચાલુ છે. ભારતીય ટીમ આ મેચમાં હજુ ઘણી બધી પાછળ છે. ઓસ્ટ્રેલિયાની લીડ 300ને પાર કરી ગઈ છે. જો ભારતે આ મેચમાં જીત મેળવવી હોય તો ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. નહીં તો 10 વર્ષ બાદ ફરી એકવાર ICC ટ્રોફી જીતવાનું ટીમ ઈન્ડિયાનું સપનું અઘરું રહી જશે. આ દરમિયાન પાકિસ્તાનના એક પૂર્વ ક્રિકેટરે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડને લઈને મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ WTC ફાઈનલ મેચની વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેણે રાહુલ દ્રવિડના કોચ બનવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે, કોચ તરીકે દ્રવિડ 'ઝીરો' છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બાસિત અલીએ કહ્યું કે, ભારત એ જ સમયે મેચ હારી ગયું જ્યારે ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બોલિંગ અંગે તેણે કહ્યું કે, ભારતીય બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. લંચ બાદ ભારતીય બોલરો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

બાસિત અલીએ કહ્યું કે, હું રાહુલ દ્રવિડનો મોટો પ્રશંસક છું અને હંમેશા રહીશ. તે એક લિજેન્ડ છે, પરંતુ કોચ તરીકે તે બિલકુલ 'ઝીરો' છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે ભારત ઓસ્ટ્રેલિયામાં રમવા ગયું ત્યારે ત્યાંની પિચો ઉછાળવાળી હતી. ખબર નહીં આ મેચમાં તે શું વિચારી રહ્યો હતો. જ્યારે ઉપરવાળા અક્કલ વહેંચતા હતા, ત્યારે ખબર નહીં તેઓ કયા પર્વતોની પાછળ ક્યાં છુપાયેલા હતા.

બાસિતે તો એમ પણ કહ્યું કે જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો ત્યારે જ ભારત મેચ હારી ગયું હતું. બાસિતે કહ્યું કે, ભારતે પ્રથમ બે કલાકને જોઈને નિર્ણય લીધો અને તેથી જ તેણે પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે ભારતની બોલિંગ ટેસ્ટ લેવલની નથી પરંતુ IPL લેવલની છે.

આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે કહ્યું કે, હવે આ મેચમાં ભારતને કોઈ ચમત્કાર જ જીતાડી શકશે. તેણે કહ્યું કે, ભારત હવે એ જ કરી શકે એમ છે કે તે ટીમને શક્ય તેટલી ઝડપથી આઉટ કરવાની કોશિશ કરે અને ચોથી ઇનિંગમાં કોઈ ચમત્કાર થાય તેની આશા રાખે. ભારતે જે 120 ઓવર ફિલ્ડ કરી છે, તે સમયે મેં અજિંક્ય રહાણે, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત માત્ર 2-3 ખેલાડીઓને જ ફિટ જોયા હતા. બાકીના બધા ખેલાડીઓ થાકેલા દેખાતા હતા.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.