'દર્શકો ક્યાં છે', વર્લ્ડ કપની પ્રથમ મેચમાં દર્શકો ગાયબ, સોશિયલ મીડિયા પર હંગામો

PC: abplive.com

વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી, પરંતુ મેચ દરમિયાન સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ) સાવ ખાલી જણાતું હતું. આ જોઈને સોશિયલ મીડિયા પર ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં, પહેલા એવું બહાર આવ્યું હતું કે, વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, પરંતુ જ્યારે મેચ શરૂ થઈ ત્યારે સ્ટેડિયમમાં ખૂબ ઓછા ચાહકો હાજર જોવા મળ્યા હતા. ત્યાર પછી સોશિયલ મીડિયા પર લોકો તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને પ્રતિક્રિયા આપી અને લખ્યું, 'દર્શકો ક્યાં છે...'

ડેનિયલ વ્યાટના આ નિવેદન પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપની શરૂઆતથી જ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વર્લ્ડકપની તમામ મેચોની ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ આ મેચમાં જે રીતે સ્ટેડિયમ ખાલી દેખાતું હતું, તેનાથી મેનેજમેન્ટ પર ચોક્કસ સવાલો ઉભા થયા છે. જો આ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સ ન્યુઝીલેન્ડ સામેની આજની મેચમાં રમવાનો નથી. હકીકતમાં, બેન સ્ટોક્સ થાપાની ઈજાને કારણે આજની મેચમાંથી બહાર છે. ગુસ એટકિન્સન, રીસ ટોપલી, ડેવિડ વિલીનો પણ અંતિમ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે જ ઘૂંટણની ઈજાથી પીડિત કેન વિલિયમસન પણ આજની મેચ રમી રહ્યો નથી. જેની જગ્યાએ લાથમ કેપ્ટનશીપ કરી રહ્યો છે. લોકી ફર્ગ્યુસન પણ ઈજાના કારણે બહાર છે, જ્યારે ઈશ સોઢી અને ટિમ સાઉથી પણ રમી રહ્યા નથી.

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન: જોની બેયરસ્ટો, ડેવિડ માલન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ વોક્સ, આદિલ રાશીદ, માર્ક વુડ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મેટ હેનરી, મિશેલ સેન્ટનર, જેમ્સ નીશમ, ટ્રેન્ટ બોલ્ટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp