26th January selfie contest

કોણ છે અરશદ ખાન, અર્જૂન તેંદુલકરને કર્યો રિપ્લેસ, MIએ ખરીદ્યો હતો 20 લાખમાં

PC: BCCI

મુંબઈ ઇન્ડિયન્સ (MI)નું બોલિંગમાં પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. એવામાં રાજસ્થાન રોયલ્સ (RR) વિરુદ્ધ રવિવારે, 30 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કેટલાક બદલાવ કર્યા. જ્યાં જોફ્રા આર્ચરે પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી, તો બીજી તરફ અર્જૂન તેંદુલકરને ડ્રોપ કરી દેવામાં આવ્યો. અર્જૂન તેંદુલકરે મુંબઈ ઇન્ડિયન્સ માટે 4 મેચ રમી છે, જેમાંથી કોઈ પણ મેચમાં પોતાના કોટાની 4 ઓવારો પૂરી ન કરી. કુલ મળીને અર્જૂન તેંદુલકરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં અત્યાર સુધી કુલ 15 ઓવર ફેકી અને 9.36ની ઈકોનોમી રેટથી 3 વિકેટ લીધી.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ 31 રનની ઓવરથી અર્જૂન તેંદુલકરના આંકડા ખરાબ થઈ ગયા હતા. ત્યારબાદ તેને ફરી ક્યારેય પાવરપ્લે બાદ ઉપયોગ ન કરવામાં આવ્યો. મુંબઈ ઇન્ડિયન્સની ડેથ બોલિંગની સમસ્યાના કારણે અરશદ ખાનને લાઇન-અપમાં પાછો બોલાવવામાં આવ્યો. અરશદ ખાને આ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે શરૂઆત 3 મેચ રમી હતી, ત્યારબાદ તેને પ્લેઇંગ ઇલેવનથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત તેને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બનાવવામાં આવ્યો છે.

અર્જૂન તેંદુલકરની જેમ અરશદ ખાને પણ આ સીઝનમાં ડેબ્યૂ કર્યું છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં અરશદ ખાને પોતાની છાપ છોડી. તેણે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી અને તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાના નિર્ણયને સાચો સાબિત કર્યો. અરશદ ખાને રાજસ્થાનના મિડલ ઓર્ડરના સ્ટાર સંજુ સેમસન અને શિમરોન હેટમાયરને ક્રમશઃ 14 અને 8 રનના સ્કોર પર આઉટ કરી દીધા. અરશદ ખાન છેલ્લી ઓવરમાં યશસ્વી જયસ્વાલની 62 બૉલમાં 124 રનની ઇનિંગ પર પણ ફૂલસ્ટોપ લગાવી દીધું.

રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા 211 રનોનો વિશાળ સ્કોર મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ બનાવ્યો હતો. અરશદ ખાને મુંબઈ ઇન્ડિયન્સ માટે 3 ઓવર નાખી અને 39 રન આપ્યા. જો કે, તે મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મોંઘો સાબિત થયો, પરંતુ તેણે 3 જરૂરી વિકેટ પણ લીધી. 24 વર્ષીય મધ્ય પ્રદેશના રહેવાસી અરશદ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનો પણ વધારે અનુભવ નથી. તેણે 3 લિસ્ટ-A મેચ રમી છે, તેમાંથી એક વિજય હાજરે ટ્રોફી 2021ની છે જેમાં તેણે 3 વિકેટ લીધી હતી અને 40 રન પણ આપ્યા હતા.

અરશદે મુંબઈ ઇન્ડિયન્સ માટે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું. અરશદે અત્યાર સુધી કોઈ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી. તેણે વર્ષ 2019-20 CK નાયડુ અંડર-25 ટ્રોફીમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ જગતનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે 35 વિકેટો સાથે ટૂર્નામેન્ટનો સૌથી વધારે વિકેટ લેનારો બોલર હતો. આ ટૂર્નામેન્ટમાં તેણે 400 રન પણ બનાવ્યા હતા. 11 વર્ષની ઉંમરમાં અરશદ પહેલા જ રાજ્યની અંડર-14 ટીમમાં જગ્યા બનાવી ચૂક્યો હતો.

અરશદ ખાનના કોચ અબ્દુલ કલામે જણાવ્યું કે જ્યારે તેણે એક સ્પેશિયાલિસ્ટ ડાબા હાથના બેટ્સમેનના રૂપમાં શરૂઆત કરી હતી, તે ઇનસ્વિંગ અને આઉટસ્વિંગ બંને સાથે શાનદાર હતો. આ પ્રકારે તે પોતાની રમતને બીજા સ્તર પર લઈ ગયો.વર્ષ 2022ના મેગા ઓક્શનમાં મુંબઇએ અરશદને તેના 20 લાખ રૂપિયાના બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો હતો, પરંતુ ઇજાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

તેની જગ્યાએ તેનો ઘરેલુ સાથી ખેલાડી કુમાર કાર્તિકેએ લીધી હતી. અરશદ ત્યારબાદ ઘરે આવતો રહ્યો. તે રિકવરી સાથે સિવણીમાં બાળકોને મફતમાં ટ્રેનિંગ પણ આપી રહ્યો હતો. અરશદના કોચે જણાવ્યું કે, ક્રિકેટ પ્રત્યે અરશદનું ઝનૂન એવું હતું કે મેચ રમવા માટે આ નિયમિત રૂપે સિવની જબલપુર સુધી 300 કિલોમીટર સુધી મુસાફરી કરતો હતો. તેના માટે તેને સવારે 3:00 વાગ્યે ઊઠવું પડતું હતું, પરંતુ તે ક્યારેય મેચોમાં સામેલ થતા ચૂકતો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp