અનોખા અંદાજમાં રનઆઉટ થયો કાયરન પોલાર્ડ, જુઓ વીડિયો

PC: twitter.com/CPL

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL T20) 2023નો રોમાંચ વધતો જઈ રહ્યો છે. દરેક મેચમાં ફેન્સ માટે કંઈક ને કંઈક શાનદાર એક્શન જોવા મળી રહી છે. એવું જ કંઈક થયું ટ્રિનબાગો રાઈડર્સ અને બાર્બાડોસ રૉયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં. 7 સપ્ટેમ્બરના રોજ રમાયેલી આ મેચમાં એક એવો રનઆઉટ થયો, જેને જોઈને તમે માથું પકડી લેશો. એક રન લેવાના ચક્કરમાં વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન અને કાયરન પોલાર્ડ એક જ તરફ પહોંચી ગયા. જો કે, ડ્રામા હજુ શરૂ થયા હતા.

નાઈટ રાઇડર્સની ઇનિંગની 8મી ઓવર. રખીમ કોર્નવાલ ઓવર નાખવા આવ્યો હતો. ક્રીજ પર કાયરન પોલાર્ડ હતો. બીજી તરફ નિકોલસ પૂરન ઊભો હતો. પોલાર્ડ હજુ આવ્યો જ હતો, પોતાનો બીજો બૉલ રમી રહ્યો હતો. લેગ સ્ટેમ્પ પર આવેલા બૉલને તેણે શોર્ટ ફાઇન લેગ તરફ મારી દીધો. રમતા જ પોલાર્ડે કોલ કર્યો અને નિકોલસ પૂરન દોડી ગયો. પરંતુ કાયરન પોલાર્ડ પાછો વળી ગયો અને ક્રીજ પર આવી ગયો. શોર્ટ ફાઇન લેગ પર ઊભો કાઈલ મેયર્સ ફિલ્ડિંગ કરી રહ્યો હતો.

તેણે ઝડપથી બૉલ ઉપાડીને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર કોર્નવાલને આપી દીધો. તેણે સ્ટમ્પ્સ વિખેરી દીધા. નિકોલસ પૂરન અને પોલાર્ડ વચ્ચે એક નાનકડી બહેસ થઈ. તેને લઈને કે કોલ કોણે કર્યો હતો. ખેર નોન સ્ટ્રાઈકર એન્ડ તરફથી દોડીને આવેલો નિકોલસ પૂરન પોવેલિયન તરફ જવા લાગ્યો. તેણે પોલાર્ડ સાથે ફિસ્ટ બમ્પ પણ કર્યું એટલે કે મેટર સોલ્વ થઈ ગઈ. રોયલ્સને ત્રીજી વિકેટ મળી ચૂકી હતી. બોર્ડ પર માત્ર 78 રન હતા. બધુ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ પછી હાઇલાઇટે ગેમ ખરાબ કરી દીધી કે એમ કહો ગેમ બનાવી દીધી.

હાઇલાઇટમાં ખબર પડી કે જ્યારે રખીમ કોર્નવાલે સ્ટમ્સ વિખેર્યા, ત્યારે બંને બેટ્સમેન ક્રીજ પર જ હતા એટલે કે એ જાણકારી મેળવવી જરૂરી થઈ ગઈ કે ક્રીજ પર કોણ પહેલા પહોંચ્યો. પોલાર્ડ બેટિંગ એન્ડ પર હતો એટલે કે તે પહેલા અંદર જવા જેવું લગભગ માની લેવામાં આવ્યું હતું. એ જ વિચારીને નિકોલસ પૂરન પોવેલિયન સુધી જતો રહ્યો હતો, પરંતુ હાઇલાઇટથી આખી કહાની સ્પષ્ટ થઈ ગઈ. પોલાર્ડની બેટ ક્રીજ પર પહેલા આવી, પરંતુ હવામાં હતી. એ અગાઉ પૂરન ક્રિઝ તરફ વધી ગયો, પોલાર્ડ પોવેલિયન તરફ ગયો અને બંને વચ્ચે ગળે પણ લાગ્યા.

આગળ જે થયું તે રોયલ્સના બોલર ભૂલી જવા માગશે. પૂરને શાનદાર બેટિંગ કરી. 10 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી. પૂરને 53 બૉલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમીને પોતાની ટીમને 208ના મોટા ટોટલ સુધી પહોંચાડી. તેના જવાબમાં ચેઝ કરવા ઉતરેલી રોયલ્સની ટીમ 166 રન સુધી જ પહોંચી શકી. ટ્રિનબાગો નાઈટ રાઇડર્સે આ મેચ 42 રનથી જીતી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp