પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી સપના ગિલની ધરપકડ, જાણો આખો મામલો

PC: opindia.com

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉ સાથે ઝપાઝપી કરનારી બ્લોગર અને યુટ્યુબર સપના ગિલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે સપના ગિલની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી ઓશિવારા પોલીસે કરી છે. ધરપકડ બાદ સપના ગિલનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું. રિપોર્ટ્સ મુજબ સપના ગિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટનામાં અત્યારે પણ અન્ય આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે. હાલમાં આરોપી તરફથી કોઇ ક્રોસ FIR કરાવવામાં આવી નથી.

પોલીસે આ અંગે જણાવ્યું કે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. જે 7 લોકો વિરુદ્ધ ફરિયાદ છે કે તેમણે પહેલા એક કારમાં તોડફોડ કરી. ત્યારબાદ મામલો દબાવવાના નામ પર 50 હજાર રૂપિયાની માગ કરવામાં આવી. આ ઘટનામાં અત્યાર સુધી એકની ધરપકડ થઇ છે. હજુ અન્ય લોકોની ધરપકડ થશે. આ ઘટના 15 ફેબ્રુઆરીના રોજ સહારા સ્ટાર હોટલની છે. પૃથ્વી શૉ પોતાના મિત્ર સાથે હોટલમાં ડિનર કરવા માટે પહોંચ્યો હતો. તેના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ડિનર દરમિયાન અજાણ્યા આરોપી પૃથ્વી શૉ પાસે પહોંચ્યા અને સેલ્ફી લેવાની માગ કરવા લાગ્યા. પહેલા પૃથ્વી શૉએ બે લોકો સાથે સેલ્ફી પણ લીધી, પરંતુ આખા ગ્રુપ સાથે પૃથ્વી શૉએ સેલ્ફી લેવાની એમ કહેતા ના પાડી દીધી કે તે મિત્રો સાથે ભોજન કરવા આવ્યો છે અને પરેશાન કરવા માગતો નથી. જો કે, સપના ગિલે તમામ આરોપોનું ખંડન કર્યું છે. તેના વકીલે દાવો કર્યો કે પૃથ્વી શૉએ તેની સાથે પહેલા મારામારી કરી. પૃથ્વી શૉ એક વીડિયોમાં બેઝબોલની બેટ હાથમાં લઇને પણ નજરે પડી રહ્યો છે.

કોણ છે સપના ગિલ?

સપના ગિલ હકીકતમાં જાણીતી સોશિયલ મીડિયા એનફ્લૂએન્સર છે. તે ઘણા સેલિબ્રિટીઓ સાથે પણ રીલ્સ બનાવતી નજર પડી ચૂકી છે. બિગ બોસ ફેમ અલી ગોની સાથે તેની તસવીર અને રીલ ખૂબ વાયરલ પણ થઇ હતી. સપના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની રીલ્સ ટ્રેન્ડ કરતી નજરે પડે છે અને લાખો વ્યૂઝ મેળવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 1,471 પોસ્ટ સાથે 2,18,00 કરતા વધુ ફોલોઅર્સ છે. સપના ગિલે ભોજપુરી ફિલ્મ વર્ષ 2017માં ‘કાશી અમરનાથ’ અને વર્ષ 2021માં ‘મેરા વતન’માં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp