કોણ છે મિસ્ટ્રી સ્પિનર સુયશ શર્મા? KKRના નવા બ્રહ્માસ્ત્રએ RCBને પાડી ઘૂંટણીએ

PC: twitter.com

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને મિસ્ટ્રી સ્પિનર પસંદ આવે છે, આ જ કારણ છે કે તેની પાસે ક્યારેય પણ આ પ્રકારના બોલરોની અછત વર્તાતી નથી. વેસ્ટ ઈન્ડીઝનો ધાકડ સ્પિનર સુનિલ નરીન છેલ્લા લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ ભૂમિકા ભજવતો નજરે પડી રહ્યો છે, તો છેલ્લા 1-2 વર્ષથી વરુણ ચક્રવર્તીએ તેનો સાથ આપ્યો છે. હવે કોલકાતા નાઈટ રાઇડર્સે સુયશ શર્માના રૂપમાં નવું બ્રહ્માસ્ત્ર પોતાની ટીમમાં જોડ્યુ છે, જેણે પોતાની ડેબ્યૂ મેચમાં પર સામેવાળી ટીમને ઘૂંટણીયે પાડી દીધી.

સુયશ શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ડેબ્યૂ કર્યું અને આ દરમિયાન તેણે 3 વિકેટ લીધી. આવો તો આ આર્ટિકલમાં જાણીએ કોણ છે સુયશ શર્મા અને કેવી રીતે કોલકાતા નાઈટ રાઇડર્સે આ મિસ્ટ્રી સ્પિનરને શોધ્યો. કોલકાતા નાઈટ રાઇડર્સના CEO વેંકી મૈસૂરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના ઓક્શનમાં સુયશ શર્માને ખરીદ્યા બાદ કહ્યું હતું કે, તેમણે આ સ્પિનર માટે વધુ બજેટ નક્કી કર્યું હતું, પરંતુ તેમને તે 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં જ મળી ગયો.

વેંકી મૈસૂરે જણાવ્યું હતું કે, સુયશ શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સના સ્કાઉટનો વિચાર છે, જેણે તેને અંડર-25 મેચ દરમિયાન ઓળખ્યો હતો. દિલ્હીના સુયશ શર્માની આ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પહેલી T20 મેચ હતી. આ અગાઉ ન તો તેણે કોઈ T20 મેચ રમી હતી અને ન તો કોઈ લિસ્ટ-A કે ફર્સ્ટ ક્લાસ મેચ. તે દિલ્હીની અંડર-19 ટીમ માટે રમે છે, જ્યાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ તેને શોધીને લાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કોલકાતા નાઈટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન સીટમાં સુયશ શર્માનું નામ નહોતું. તેને ઇમ્પેક્ટ ખેલાડીના રૂપમાં કેપ્ટન નીતિશ રાણાએ બીજી ઇનિંગમાં ઉપયોગ કર્યો. નીતિશ રાણાનો આ પેતરો સાચો પડ્યો અને આ સ્પિનરે પોતાની પહેલી જ મેચમાં 3 વિકેટ લઈને કમાલ કરી દીધી. સુયશ શર્માને દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કરણ શર્મામાં રૂપમાં 3 સફળતાઓ મળી. મેચની વાત કરીએ તો ટોસ હારીને કોલકાતા નાઈટ રાઇડર્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. 205 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રન પર સમેટાઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp