28 વર્ષીય ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન, ગુજરાત રણજી ટ્રોફી રમવા આવેલો

PC: newsroompost.com

હિમાચલ પ્રદેશના ક્રિકેટર સિદ્ધાર્થ શર્માનું નિધન થઇ ગયું છે. તેના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. સિદ્ધાર્થ શર્મા ખૂબ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેને સારવાર હેતુ હૉસ્પિટલમાં દાખલ પણ કરાવવામાં આવ્યો હતો. જો કે, ગત દિવસોમાં તેના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેના સ્વાસ્થ્ય વધારે બગડી ગયું હતું. વડોદરામાં અંતિમ શ્વાસ લીધા. તે મેચ રમવા માટે વડોદરા ગયો હતો. જ્યાં તેની તબિયત એકાએક બગડી ગઇ. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું.

28 વર્ષીય સુદ્ધાર્થ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાનો રહેવાસી હતો. તેણે ઘણી મેચોમાં પોતાની અંદર રહેલી પ્રતિભાથી બધાને વાકેફ કરાવ્યા હતા. તેમણે વિજય હજારે ટ્રોફીમાં પોતાના બેટથી કેર વર્તાવીને બધાના હોશ ઉડાવી દીધા હતા. સુદ્ધાર્થના નાજુક થતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ અફસોસ ત્યાં પણ તેના સ્વાસ્થ્યમાં કોઇ સુધાર જોવા ન મળ્યો. સિદ્ધાર્થના નિધનથી ક્રિકેટ ફેન્સ વચ્ચે શોકની લહેર છે.

સિદ્ધાર્થ શર્માના નિધનની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અનુરાગ ઠાકુરે સાર્વજનિક કરી છે. સિદ્ધાર્થના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સૂક્ખુએ ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરી કે વિજય હજારે ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના સભ્ય રહેલા અને રાજ્યના સ્ટાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માના નિધનના અત્યંત દુઃખદ સમાચાર છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

તો ક્રિકેટર સુદ્ધાર્થ શર્માના નિધન પર IPLના પૂર્વ ચેરમેન અરુણ ધૂમલ, મુખ્યમંત્રી સુખવીન્દર સિંહ સૂક્ખુ, નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી, ધારાસભ્ય સતપાલ સિંહ સત્તી, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર શર્મા સહિત અન્ય લોકોએ શોક વ્યક્ત કર્યો છે. એ સિવાય ક્રિકેટ ફેન્સ વચ્ચે પણ સિદ્ધાર્થ શર્માના નિધનથી શોકની લહેર છે. બધા પોતાના પ્રિય ખેલાડીના આમ જતા રહેવાથી દુઃખી છે. હકીકતમાં આપણાં બધાને સિદ્ધાર્થ શર્મા બધાને ખૂબ યાદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp