વર્લ્ડકપ-23મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન-વાઇસ કેપ્ટન કોણ હશે? કાર્તિકના જવાબથી બબાલ

PC: thecricketlounge.com

ભારતીય ક્રિકેટમાં પરિવર્તનનું ચક્ર ઝડપથી ફરવા લાગ્યું છે. ગઈકાલ સુધી જે ચહેરાઓ કેન્દ્રમાં સૌથી સુરક્ષિત લાગતા હતા તે ચહેરાઓ હવે નજર અંદાજ થઇ રહ્યા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. બદલાવની આ લહેરને જોઈને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એવું નિવેદન આપ્યું છે, જેના વિશે જાણીને તમામ ચાહકો ચોંકી શકે છે. BCCIએ મંગળવારે શ્રીલંકા સામેની T-20 અને વન-ડે સીરિઝની જાહેરાત કરી હતી. T-20 સીરિઝમાં ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે. ખરો બદલાવ વન-ડે સ્કવોડમાં જોવા મળ્યો. વન-ડે સીરિઝ માટે કેપ્ટન તો રોહિત શર્માને રાખવામાં આવ્યો, પરંતુ વાઇસ કેપ્ટનની બદલી કરી નાંખવામાં આવી. હાર્દિકને વન-ડે સીરિઝમાં કે એલ રાહુલને બદલે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો. વન-ડેની સ્કવોડમાં કે એલ રાહુલનો સમાવેશ તો કરવામાં આવ્યો છે, પરંતુ તેને વાઇસ કેપ્ટન તરીકે ટીમ મેનેજમેન્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો નથી. એવામાં મોટો સવાલ એ ઉભો થાય છે કે લગાતાર ફોર્મથી સંઘર્ષ કરી રહેલા કે એલ રાહુલનું ભવિષ્ય શું હશે?

છેલ્લાં 1 વર્ષમાં હાર્દિક પંડ્યાનું કદ ઝડપથી વધી રહ્યું છે. હાર્દિક આર્યરલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડની ટૂર પર T-20  સીરિઝ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યો છે. હાર્દિકને ભવિષ્યના ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે BCCIએ વન-ડે મેચમાં હાર્દિકનું પ્રમોશન કરી દીધું.  મતલબ કે આવતા વર્ષે રમાનારા વર્લ્ડકપમાં હાર્દિક ખાસ જવાબદારી સાથે મેદાન પર જોવા મળી શકે છે.

એવું કહેવું ઉતાવું હશે કે વર્લ્ડ કપમાં રોહિતની કેપ્ટનશીપ ભારતીય ઓલરાઉન્ડરથી ખતરામાં છે, પરંતુ તે કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન પદેથી હટાવી શકે છે. દિનેશ કાર્તિકે આ પરિસ્થિતિ પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે.

શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ટીમની જાહેરાત બાદ બદલાયેલા વાતાવરણ અંગે દિનેશ કાર્તિકે કહ્યું, થોડી ક્ષણો માટે એવું લાગતું હતું કે છેલ્લા 12 મહિનામાં સતત ક્રિકેટને કારણે આ નવા કેપ્ટનના સિલસિલાનો એક ભાગ છે. આ સમયગાળા દરમિયાન શિખર ધવન, કેએલ રાહુલ અને ઋષભ પંતે પણ કેપ્ટનશીપ કરી હતી, પરંતુ આ લોકોએ થોડા સમય માટે જ કમાન્ડ સંભાળી હતી જેમાં બુમરાહ પણ સામેલ હતો.

પરંતુ હવે આ મામલો રોહિત અને હાર્દિક વચ્ચે સીમિત હોય તેમ લાગી રહ્યું છે. એને એ રીતે પણ કહી શકો કે વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન અને પંડ્યા વાઇસ કેપ્ટન હશે. કાર્તિકે વધુમાં ઉમેર્યું, મને લાગે છે કે તે રોહિત અને હાર્દિક વચ્ચે ખૂબ જ નજીકનો મામલો હશે. આ બંને મોટા નામ છે.

ભારતીય વિકેટકીપર અને બેસ્ટમેન કાર્તિકે કે એલ રાહુલના ભવિષ્ય પર ટિપ્પણી કરી કે, હું જાણું છુ કે કે એલ રાહુલ વ્હાઇટ બોલ ક્રિક્રેટમાં ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. હવે બદલાયેલી પરિસ્થિતિમાં હાર્દિક મજબુતાઇ સાથે સામે આવી ચૂક્યો છે અને કેપ્ટન અને વાઇસ કેપ્ટનની ભૂમિકા રોહિત અને પંડ્યા વચ્ચે નક્કી થશે. કાર્તિકે કહ્યું કે, હાર્દિક પંડ્યા IPLમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી ચૂક્યો છે અને  ટુંક સમયમાં ટીમ ઇન્ડિયા માટે પણ તેનું એ જ રૂપ સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp