તમે તેને રમાડી જ કેમ રહ્યા છો? પૂર્વ ક્રિકેટરના હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલ

PC: abplive.com

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન ક્રિકેટ નિષ્ણાત આકાશ ચોપરાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં અક્ષર પટેલને એક પણ ઓવર ન આપવા બદલ કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી છે. ગયાનામાં રમાયેલી આ મેચમાં ભારતે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈના રૂપમાં ત્રણ સ્પિનરોને રમાડ્યા હતા, પરંતુ અક્ષર પટેલને આખી મેચ દરમિયાન એક પણ ઓવર નાખવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં આ પૂર્વ ખેલાડીએ હાર્દિક પંડ્યા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. આકાશ ચોપરા કહે છે કે, જો તમે અક્ષર પટેલની પાસે બોલિંગ કરવા જ માંગતા નથી, તો તમે તેને શા માટે મેચમાં રમાડો જ છો.

હકીકતમાં, વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનમાં કાઈલ મેયર્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર અને અકીલ હુસૈનના રૂપમાં કુલ ચાર ડાબા હાથના બેટ્સમેન છે, જેઓ વિકેટ પડવા પ્રમાણે અલગ-અલગ સ્થાનો પર બેટિંગ કરવા આવે છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાએ તેને (અક્ષર પટેલને) એક પણ ઓવર નાખવા દીધી ન હતી.

આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'અક્ષર પટેલને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. મારો પ્રશ્ન એ છે કે, જો અક્ષર પટેલ બોલિંગ નથી કરી રહ્યો, કારણ કે તમારી સામે પક્ષે ડાબા હાથનો બેટ્સમેન રમી રહ્યો છે, તો શરૂઆતમાં કાયલ મેયર્સ આવે છે, પછી નિકોલસ પૂરન આવે છે, શિમરોન હેટમાયર આવે છે અને પછી છેલ્લે અકીલ હુસૈન આવે છે, તો પછી પણ તે એક પણ ઓવર ફેંકશે નહીં.'

તેણે આગળ કહ્યું કે, 'જો તે બોલિંગ કરી જ નથી રહ્યો, તો તમે તેને શા માટે મેચમાં રમાડી રહ્યા છો? તમે તમારા છઠ્ઠા બોલરનો બિલકુલ ઉપયોગ જ કરતા નથી. આ બાબતે મને થોડું આશ્ચર્ય થાય છે... ડાબા હાથનો બોલર ડાબા હાથના બેટ્સમેન સામે બોલિંગ કરી શકે છે. અકીલ હુસૈને તિલક વર્મા સામે આવું કર્યું અને તેને પણ આઉટ કર્યો, પરંતુ આપણે અક્ષરને બોલિંગ કરવા માટે ઓવર આપી જ નહીં.

ભારતના ભૂતપૂર્વ ઓપનરે આગળ કહ્યું કે, 'અક્ષર પટેલને છેલ્લી મેચમાં પણ બે જ ઓવર આપવામાં આવી હતી, અને આ મેચમાં એક પણ ઓવર નહીં, ODIની અંદર બે ઓવર કરાવી હતી. અક્ષર પટેલ એક બેટ્સમેન તરીકે તો નથી રમી રહ્યો ને? આ એક ખરેખર મોટી ભૂલ છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp