- Sports
- BCCI ભારતીય ખેલાડીઓને અન્ય લીગમાં કેમ રમવા દેતું નથી?એબી ડી વિલિયર્સે આપ્યો જવાબ
BCCI ભારતીય ખેલાડીઓને અન્ય લીગમાં કેમ રમવા દેતું નથી?એબી ડી વિલિયર્સે આપ્યો જવાબ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારતીય ક્રિકેટરો (ભારતીય ક્રિકેટમાં સક્રિય)ને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) છોડીને આખી દુનિયાની કોઇ પણ T20 લીગમાં સામેલ થવાની મંજૂરી આપતું નથી. BCCIના આ નિર્ણયથી કોઇ અજાણ નથી. હાલમાં જ દક્ષિણ આફ્રિકન પૂર્વ બેટ્સમેન એબી ડી વિલયર્સે એ વાતને લઇને રીએક્શન આપ્યું છે. એબી ડી વિલિયર્સ ભારતીય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં સામેલ ન થવાના નિર્ણયમાં બદલાવ થવાની આશા ઓછી રાખે છે.
એબી ડી વિલિયર્સને લાગે છે કે, આ નજીકના ભવિષ્યમાં બદલાવ થવાનો નથી. ધ હિન્દુમાં છપાયેલા રિપોર્ટ મુજબ, એબી ડી વિલિયર્સે કહ્યું હે, ‘હું તેને ખૂબ જલદી થતું જોવાનું પસંદ કરીશ, પરંતુ તમે ભારતીય ખેલાડીઓને દુનિયાભરની લીગો માટે રીલિઝ થતા નહીં જુઓ. એટલે મને ખબર નથી કે શું તે ક્યારેય થશે કે નહીં. એબી ડી વિલિયર્સે આગળ કહ્યું કે, અને એ બરાબર પણ છે. એમ એટલે કેમ કે BCCIની ખેલાડીઓ સાથે ખૂબ સ્પષ્ટ યોજના છે, તેઓ વર્લ્ડ કપ જીતવા માગે છે.
તેણે આગળ કહ્યું કે, તેઓ એ સુનિશ્ચિત કરવા માગે છે કે ખેલાડીઓ પાસે એ એક્સપોઝર હોય જેની જરૂરિયાત છે અને જાહેર છે કે IPLથી સારી કોઇ લીગ નથી. જો કે, એક વખત જ્યારે કેટલીક લીગ તેમના દરવાજા પર દસ્તક દેશે તો તમે કંઇ પણ નહીં કહી શકો કે શું થશે. ઉલ્લેખનીય છે કે એબી ડી વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા એબી ડી વિલિયર્સને ભારતીય ફેન્સે ખૂબ પ્રેમ કર્યો. જો કે, એબી ડી વિલિયર્સે પોતાના ક્રિકેટિંગ કરિયરમાં ન તો વર્લ્ડ કપ અને ન તો IPL ટ્રોફી જીતી શક્યો. IPL 2023માં ફરી એક વખત તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં મેન્ટરની ભૂમિકા ભજવતો જોઇ શકાય છે. વિરાટ કોહલીએ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એબી ડી વિલિયર્સના ભવિષ્યને લઇને ઇશારો કર્યો હતો.
એબી ડી વિલિયર્સના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ મેચમાં 50.7ની એવરેજ અને 54.5ની સ્ટ્રાઇક રેટથી 8,765 રન બનાવ્યા છે, જેમાં 22 સદી અને 46 અડધી સદી સામેલ છે. તેનો ટેસ્ટમાં બેસ્ટ સ્કોર નોટઆઉટ 278 રહ્યો. તો 228 વન-ડેમાં 53.5ની એવરેજ અને 101.1ની સ્ટ્રાઇક રેટથી 9,577 રન બનાવ્યા છે, જેમાં 25 સદી અને 53 અડધી સદી બનાવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માટે 78 T20 મેચ રમી છે જેમાં 26.1ની એવરેજ અને 135.2ની સ્ટ્રાઇક રેટથી 1,672 રન બનાવ્યા છે. તો 184 IPL મેચોની 170 ઇનિંગમાં તેણે 39.7ની એવરેજ અને 151.7ની સ્ટ્રાઇક રેટથી 5,162 રન બનાવ્યા છે.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
