26th January selfie contest

BCCI તેને તક કેમ નથી આપતી, તે બહુ મોટો ખેલાડી છે, હરભજન આવ્યો આ ખેલાડીના સપોર્ટ

PC: hindi.cricketaddictor.com

IPL 2023માં ઘણા બેટ્સમેનોનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આગામી ICC ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, દરેક વ્યક્તિ રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કરવાની આશા પણ રાખે છે, પરંતુ આ દરમિયાન એક ભારતીય બેટ્સમેન છે જે IPL 2023માં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના પ્રદર્શને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને હવે સવાલો ઉભા થવા લાગ્યા છે કે, આખરે BCCI દ્વારા તેની અવગણના કેમ કરવામાં આવે છે. આ સવાલ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ ઉઠાવ્યો છે.

વાસ્તવમાં, હરભજને BCCI દ્વારા શિખર ધવનની અવગણના કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે BCCI પર શિખર ધવન સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર રાજસ્થાન રોયલ્સ વિ પંજાબ કિંગ્સ મેચનું વિશ્લેષણ કરતી વખતે હરભજને કહ્યું, 'શિખર ધવન સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, અને થોડા મહિનાઓ પહેલા સુધી તે રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો. પરંતુ જેવું શિખર ધવન પાસેથી કામ કરાવી લીધું કે તરત જ તેને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો હતો. જાણે એમ માનો કે તેની ક્યારેય જરૂરત જ નહોતી.'

હરભજને વધુમાં કહ્યું, 'ધવન ઘણો મોટો ખેલાડી છે અને તેણે ભારતીય ક્રિકેટ માટે ઘણું બધું કર્યું છે. જો વિરાટ કોહલી, રોહિત શર્મા અને KL રાહુલને આટલી બધી તકો મળી શકે છે તો શિખર ધવનને કેમ નહીં? ફિટનેસ અને ફોર્મ બંને મામલે ધવન કોઈથી પાછળ નથી. પરંતુ તેમ છતાં તેમની સાથે આવું વર્તન કેમ કરવામાં આવે છે?

અહીં તમને જણાવી દઈએ કે, શિખર ધવને બુધવારે રાજસ્થાન સામે પંજાબ કિંગ્સ તરફથી રમતા 56 બોલમાં અણનમ 86 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવનને ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવી રહ્યો છે. BCCI હવે શુભમન ગિલને ઓપનર તરીકે મંજૂરી આપી રહ્યું છે, પરંતુ સિનિયર ખેલાડી ધવન છે જે સારું પ્રદર્શન કરવા છતાં ટીમની બહાર છે. જો કે, ધવને તાજેતરમાં કહ્યું હતું કે, તે તેના વિશે ચિંતિત નથી, તેને તે જ મળશે જે તેના નસીબમાં હશે.

ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હરભજનની નિવૃત્તિ સાથે જ તેના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. કેટલાક કહે છે કે, તે હવે રાજકીય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવશે. જેમાં હરભજન પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે, તે IPLની કોઈપણ ટીમમાં સપોર્ટ સ્ટાફ તરીકે સામેલ થવા જઈ રહ્યો છે. પરંતુ હરભજન ઉર્ફે ભજ્જી ભવિષ્યમાં શું કરશે, તે તો સમય જ કહેશે. જો કે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ રીતે 'કોમ્પ્રોમાઈઝ' નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp