સૂર્યકુમાર એટલો શાંત કેમ રહે છે? પોતે ખોલ્યું રહસ્ય, ધોની સાથે છે ખાસ કનેક્શન

PC: khabarchhe.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝ પૂરી થઇ ગઇ છે. T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 13 બૉલમાં 24 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ પણ તેણે સારી ઇનિંગ્સ રમી છે. પોતાની મહત્ત્વપૂર્ણ ઇનિંગ બાદ સૂર્યકુમાર યાદવે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાને શાંત બનાવી રાખવા માટે મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો હતો.

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુંબઇના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે ઘરેલુ ક્રિકેટે કયા પ્રકારે રમતને સુધારવામાં મદદ કર છે. સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘T20 સીરિઝ રાંચીથી શરૂ થઇ હતી, તો શાંતિ એટીટ્યુડ એ તરફથી જ આવ્યો છે, પરંતુ મને લાગે છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ અગાઉ મેં જે ઘરેલુ ક્રિકેટ રમી તેનાથી મને ખૂબ મદદ મળી કેમ કે, ત્યાં જે અમારી પાસે છે, અમે પડકારપૂર્ણ ટ્રેક પર રમીએ છીએ અને તમારે પોતે જ શીખવાનું હોય છે એટલે મેં ત્યાં જે કંઇ પણ શીખ્યું તેને લઇને અહીં આવ્યો છું.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, બાકી મેં જે કંઇ શીખ્યું છે તે સીનિયર ખેલાડીઓને જોઇને અને તેમની સાથે વાત કરીને શીખ્યું છે કે તેઓ અલગ-અલગ મુશ્કેલ પરિસ્થિતિઓને કઇ રીતે હેંન્ડલ કરે છે. સૂર્યકુમાર યાદવ પોતાની આ વાતચીતમાં મહેન્દ્ર સિંહ ધોનીના શાંત વિચારની વાત કરી રહ્યો હતો કેમ કે રાંચી ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ગૃહનગર છે. સૂર્યકુમાર યાદવ વર્તમાનમાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે ICC પુરુષોની T20 ઇન્ટરનેશનલમાં બેટિંગ રેન્કિંગમાં ટોપ સ્થાન હાંસલ કર્યું હતું. હાલમાં T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં તે ટોપ પર છે.

જો સીરિઝની વાત કરીએ તો ભારતીય ટીમે 3 મેચોની T20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. પહેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરી હતી, ત્યારે બાકી બનેલી બંને મેચ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળીભારતીય ટીમે જીતી છે. ત્રીજી T20 મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને શુભમન ગિલ નોટઆઉટ 126 અને રાહુલ ત્રિપાઠીની 44 રનોની ઇનિંગની મદાદારગુ 234 રન બનાવ્યા હતા. 235 રનના લક્ષણો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રન પર જ ઢેર થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp