ગ્રીન હાઇડ્રોજન કારની કેન્દ્ર સરકાર કેમ દીવાની છે? જાણો પેટ્રોલની તુલનામાં ફાયદો

PC: indiatvnews.com

સરકારે બુધવારે 19,744 કરોડ રૂપિયાના ખર્ચ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી હતી. આ પહેલનું ઉદ્દેશ્ય કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવા સાથે જ દેશને ઊર્જાના સ્વચ્છ સ્ત્રોતના ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું છે. આજના આ આર્ટિકલમાં એ જાણવાનો પ્રયત્ન કરીશું કે, શું હકીકતમાં આ કાર પેટ્રોલની કારની તુલનામાં સસ્તી છે? જો છે તો કેટલી સસ્તી છે.

ભારતમાં ટોયોટા કારે પોતાનો એક પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેમાં તેની કાર એક કિલો હાઇડ્રોજન ગેસમાં 200-250 કિલોમીટર એવરેજ આપી રહી છે. જો કે, સરકારનો પ્રયત્ન તેને વધારીને 400 કિલોમીટર સુધી કરવાનો છે. આ સમયે એક કિલો હાઇડ્રોજન ગેસની કિંમત 420 થી 455 રૂપિયા વચ્ચે છે. તેને ગણિતની ભાષામાં સમજીએ તો એક કિલોમીટરની મુસાફરી નક્કી કરવા માટે 2 થી 2.5 રૂપિયાનો ખર્ચ આવશે. અલગ અલગ કારની એવરેજ અલગ અલગ હોય છે, પરંતુ સામાન્ય રૂપે આજના સમયમાં જેટલી કારો લોન્ચ થઇ રહી છે તેમની એવરેજ 15-20 કિલોમીટર પ્રતિ લીટર હોય છે.

હવે એ હિસાબે જોવા જઇએ તો એક લીટર પેટ્રોલની કિંમત હાલના સમયમાં 100 રૂપિયાની આસપાસ છે એટલે કે તમને 100 કિલોમીટરની મુસાફરી કરવા માટે 500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. એ હિસાબે પ્રતિ કિલોમીટરનો ખર્ચ 5 રૂપિયા આવે છે. જો તેની આપણે હાઇડ્રોજન કાર સાથે તુલના કરીએ તો તે ખૂબ મોંઘું છે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ઇંધણના રૂપમાં વાહનો અને તેલ રિફાઇનરી અને સ્ટીલ પ્લાન્ટ જેવા ઉદ્યોગોમાં ઉર્જા સ્ત્રોતના રૂપમાં થાય છે. તેનું ઉત્પાદન ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા દ્વારા પાણીને ઑક્સિજન અને હાઇડ્રોજનમાં વિભાજિત કરવામાં આવે છે.

મશીન માટે શરૂઆરી ખર્ચ 19,744 કરોડ રૂપિયા છે. તેમાં ગ્રીન હાઇડ્રોજન તરફ બદલાવને રણનૈતિક હસ્તક્ષેપ (સાઇટ) કાર્યક્રમ માટે 17,490 કરોડ રૂપિયા, પાયલટ પરિયોજનાઓ માટે 1,466 કરોડ રૂપિયા, અનુસંધાન અને વિકાસ માટે 400 કરોડ રૂપિયા તેમજ મિશન સાથે જોડાયેલા અન્ય કર્યો માટે 388 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આ રીતે કામ કરે છે હાઇડ્રોજન કાર:

હકીકતમાં આ એક ઇલેક્ટ્રિક કાર છે અને તેને ચલાવવા માટે જે જરૂરી ઇલેક્ટ્રિસિટી જોઇતી હોય છે તે તેમાં લાગેલા હાઇડ્રોજન ફ્યૂલ સેલથી જનરેટ થાય છે. આ ફ્યૂલ સેલ વાયુમંડળમાં ઉપસ્થિત ઑક્સિજન અને ઇંધણ ટેન્કમાં ભરેલા હાઇડ્રોજન વચ્ચે કેમિકલ રીએક્શન કરાવીને વીજળી ઉત્પન્ન કરે છે. કેમિકલ રીએક્શનથી આ બંને ગેસ મળતા પાણી (H2O) અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. આ ઇલેક્ટ્રિસિટીથી કાર ચાલે છે. તો આ કારના સાઇલેન્સરથી ધૂમાડાની જગ્યાએ વરાળ કે પાણી જ બહાર આવે છે. સાથે થોડી ગર્મી પણ. આ પ્રકારે આ કાર વાતાવરણમાં જરાય પ્રદૂષણનું સ્તર ફેલાવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp