રાહુલની જગ્યાએ પૂરન બનશે LSGનો કેપ્ટન? ગૌતમ ગંભીરે આપ્યા આ જવાબ

PC: khabarchhe.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું મિની ઓક્શન કેરળના કોચ્ચીમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ  ઓક્શનમાં ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીમાં જોરદાર બહેસ છેડાઇ, પરંતુ આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે 16 કરોડની મોટી રકમ ખર્ચ કરીને નિકોલસ પૂરનને પોતાની ટીમ સાથે જોડ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી હતી. નિકોલસ પૂરનને ટીમમાં સામેલ કર્યા બાદ કોચ ગૌતમ ગંભીરે મોટો ખુલાસો કર્યો છે.

ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે કે, આખરે નિકોલસ પૂરનને ટીમમાં કેમ અને કઇ ભૂમિકામાં સામેલ કરવામાં આવ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સમાં આ વખત થોડા બદલાવ કરવામાં આવ્યા છે.

જ્યાં એક તરફ તેણે ક્વિન્ટન ડી કોક જેવા વિસ્ફોટક બેટ્સમેનને રિટેઇન કર્યો છે, તો જેસન હોલ્ડર જેવા અનુભવી ઓલરાઉન્ડરને બહારનો રસ્તો દેખાડ્યો છે. આ દરમિયાન મિની ઓક્શનમાં કેરેબિયન ટીમના પૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનને 16 કરોડ રૂપિયામાં ટીમ સાથે જોડ્યો છે.

તો લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરે તેની ટીમમાં જગ્યા અને ભૂમિકાને લઇને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તે એક ફિનિશર છે. મેં તેને કેપ્ટન તરીકે જોયો નથી, જો તે સ્ટોઇનિસ સાથે બેટિંગ કરે છે કે તે પહેલા બેટિંગ કરવા ઉતરે છે તો તે અમારા માટે સારું હશે.

સાથે જ તેની પાસે રમવાની પોતાની ટેક્નિક છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPL 2022ના મેગા ઓક્શનમાં નિકોલસ પૂરનને 10.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ ગયા વર્ષે તેનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું.

આ કારણે તેને ટીમમાંથી રીલિઝ કરી દેવામાં આવ્યો હતો. તો લખનૌ સુપર જાયન્ટ્સે આ વર્ષે મોટી રકમ ખર્ચ કરીને તેને પોતાની ટીમમાં જોડી લીધો છે. નિકોલસ પૂરને પોતાના IPL કરિયરમાં 47 મેચોમાં 912 રન બનાવ્યા છે. એ સિવાય નિકોલસ પૂરનના ઇન્ટરનેશનલ કરિયરને જોઇએ તો તેણે 72 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે T20 ક્રિકેટ રમતા 1,427 રન બનાવ્યા છે. તો નિકોલસ પૂરન બેટ સાથે સાથે ટીમ માટે વિકેટકીપરના રૂપમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ:

કે.એલ રાહુલ (કેપ્ટન), આયુષ બદોની, કરણ શર્મા, મનન વોરા, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડા, કાઇલ મેયર્સ, કૃણાલ પંડ્યા, આવેશ ખાન, મોહસિન ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, રવિ બિશ્નોઇ, યુદ્ધવીર સિંહ ચરક, નવીન-ઉલ હક, સ્વપ્નિલ સિંહ, પ્રેરક માકંડ, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, રોમારિયો શેફર્ડ, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, નિકોલસ પૂરન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp