પૃથ્વી શોએ કેમ કહ્યું કે, મારો કોઇ દોસ્ત નથી, ઘરની બહાર નિકળતો નથી, તુટી ગયો છું
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પૃથ્વી શૉ લાંબા સમયથી ક્રિક્રેટથી બહાર છે. તાજેતકમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની માનસિક સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. પૃથ્વી શૉએ કહ્યું છે કે તે એકલો રહેવા લાગ્યો છે, જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે લોકો તેને હેરાન કરે છે અને એક સમસ્યા ઊભી થાય છે જેના કારણે તેણે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે. તેણે કહ્યું છે કે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈને તે માનસિક તણાવનો સામનો કરી રહ્યો છે.
પૃથ્વી શોએ કહ્યું છે કે તે પોતાની જાત સુધી સીમિત રહેવા માંગે છે. પૃથ્વી શૉ કહે છે કે તેણે કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો અને ટેસ્ટ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો, જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે તે નિરાશ થયો હતો. પરંતુ તેણે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યીમાં પૃથ્વી શોઅ કહ્યું કે જ્યારે મને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે મને કારણ વિશે ખબર ન પડી. કોઇ કહી રહ્યું હતું કે ફિટનેસનું કારણ હોય શકે છે, પરંતુ મેં બેંગલુરુમાં National Cricket Academy (NCA)માં મેં બધા પરિક્ષણ પાસ કરી લીધા હતા. એ પછી રન બનાવ્યા અને પછી T-20માં વાપસી કરી હતી, પરંતુ વેસ્ટઇન્ડિઝમાં બીજી વખત તક ન મળી. હું નિરાશ થયો હતો, પરંતુ આગળ વધવાનું છે એમ નક્કી કર્યું હતું.
પૃથ્વી શૉએ કહ્યું છે કે એક વ્યક્તિ તરીકે મને ફક્ત મારામાં રહેવું ગમે છે. લોકો મારા વિશે કંઈક કહે છે. પણ જે મને ઓળખે છે, તેઓ પણ જાણે છે કે હું કેવો છું. મારે મિત્રો નથી, મને મિત્રો બનાવવાનું પસંદ નથી. હું વસ્તુઓ શેર કરતો નથી. તે બધું સોશિયલ મીડિયા પર આવી જાય છે.
પૃથ્વી શોએ કહ્યું કે જો હું બહાર નિકળું છું તો લોકો પરેશાન કરે છે, તેઓ સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ કરી દેશે. એટલે હું ઘરની બહાર નિકળવાનું પસંદ કરતો નથી. હાલમાં હું લંચ કે ડીનર માટે પણ એકલો જ જાઉં છું. હવે મને એકલા રહેવાનું સારું લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp