પૃથ્વી શોએ કેમ કહ્યું કે, મારો કોઇ દોસ્ત નથી, ઘરની બહાર નિકળતો નથી, તુટી ગયો છું

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન પૃથ્વી શૉ લાંબા સમયથી ક્રિક્રેટથી બહાર છે. તાજેતકમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની માનસિક સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. પૃથ્વી શૉએ કહ્યું છે કે તે એકલો રહેવા લાગ્યો છે, જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે લોકો તેને હેરાન કરે છે અને એક સમસ્યા ઊભી થાય છે જેના કારણે તેણે પોતાને ઘરમાં કેદ કરી લીધો છે. તેણે કહ્યું છે કે સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈને તે માનસિક તણાવનો સામનો કરી રહ્યો છે.

પૃથ્વી શોએ કહ્યું છે કે તે પોતાની જાત સુધી સીમિત રહેવા માંગે છે. પૃથ્વી શૉ કહે છે કે તેણે કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો અને ટેસ્ટ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો ન હતો, જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે તે નિરાશ થયો હતો. પરંતુ તેણે  આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

ક્રિકબઝને આપેલા એક ઇન્ટરવ્યીમાં પૃથ્વી શોઅ કહ્યું કે જ્યારે મને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો, ત્યારે મને કારણ વિશે ખબર ન પડી. કોઇ કહી રહ્યું હતું કે ફિટનેસનું કારણ હોય શકે છે, પરંતુ મેં બેંગલુરુમાં National Cricket Academy (NCA)માં મેં બધા પરિક્ષણ પાસ કરી લીધા હતા. એ પછી રન બનાવ્યા અને પછી T-20માં વાપસી કરી હતી, પરંતુ વેસ્ટઇન્ડિઝમાં બીજી વખત તક ન મળી. હું નિરાશ થયો હતો, પરંતુ આગળ વધવાનું છે એમ નક્કી કર્યું હતું.

પૃથ્વી શૉએ કહ્યું છે કે એક વ્યક્તિ તરીકે મને ફક્ત મારામાં રહેવું ગમે છે. લોકો મારા વિશે કંઈક કહે છે. પણ જે મને ઓળખે છે, તેઓ પણ જાણે છે કે હું કેવો છું. મારે મિત્રો નથી, મને મિત્રો બનાવવાનું પસંદ નથી. હું વસ્તુઓ શેર કરતો નથી. તે બધું સોશિયલ મીડિયા પર આવી જાય છે.

પૃથ્વી શોએ કહ્યું કે જો હું બહાર નિકળું છું તો લોકો પરેશાન કરે છે, તેઓ સોશિયલ મીડિયા પર કોઇ પોસ્ટ કરી દેશે. એટલે હું ઘરની બહાર નિકળવાનું પસંદ કરતો નથી. હાલમાં હું લંચ કે ડીનર માટે પણ એકલો જ જાઉં છું. હવે મને એકલા રહેવાનું સારું લાગે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.