શા માટે મેસ્સીની ટીમે જ્યાં વર્લ્ડ કપનું જોયું સપનું, ત્યાં કોઈ રહી નહીં શકે

PC: ndtv.com

દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સીએ આખરે પોતાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરી લીધું છે. તેણે પોતાની કેપ્ટન્સીમાં આર્જેન્ટીનાને ફીફા વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન બનાવી દીધું છે. આ વર્લ્ડ કપ કતારની મેજબાનીમાં રમાયો હતો. મેસ્સીની ટીમ આર્જેન્ટીના જ્યારે વર્લ્ડ કપને જીતવાનું સપનું લઈને કતાર પહોંચી હતી, તો તે કોઈ હોટેલમાં નહીં પરંતુ કતાર યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાઈ હતી. આ હોસ્ટેલના રૂમમાં મેસ્સીની ટીમે વર્લ્ડ કપ જીતવાનું સપનું જોયું અને તેને પૂરું પણ કર્યું.

પરંતુ હવે કતાર યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેણે જે રૂમમાં મેસ્સી અને તેની ટીમ રોકાઈ હતી તે રૂમને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. અને આ વાતની તેમણે જાહેરાત પણ કરી દીધી છે. જ્યાં મેસ્સીની ટીમ આર્જેન્ટીના રોકાઈ હતી. મતલબ સાફ છે કે હવે મેસ્સીની ટીમ પછી તે રૂમમાં કોઈ રોકાઈ શકશે નહીં.

આ મ્યુઝિયમ માત્ર વિઝીટર્સ માટે જ ઓપન રાખવામાં આવશે. તેમાં કોઈ રોકાઈ શકશે નહીં. કતાર યુનિવર્સિટીએ આ નિર્ણય મેસ્સી અને તેની આર્જેન્ટીનાની ટીમને તેમી ઐતિહાસિક જીતને યાદગાર બનાવવા માટે લીધો છે. સાથે જ બાકીના યુવાનો પણ તેમનામાંથી શીખ લઈ શકે અને આ જીતને ફીલ કરી શકે.

કતાર યુનિવર્સિટીના પીઆર ડાયરેક્ટર હિતમી અલે કહ્યું છે કે મેસ્સીની ટીમ જે એરિયામાં રોકાઈ હતી, તે આખી જગ્યાને મ્યુઝિયમ બનાવવામાં આવશે. ટીમના ખેલાડીઓ જે રીતે ત્યાં રહ્યા હતા, તેને એમ જ રાખવામાં આવશે. તેમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે.

જણાવી દઈએ કે ખાડી દેશમાં પહેલી વખત ફીફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ 18 ડિસેમ્બરના લુસૈલ સ્ટેડિયમમાં ફ્રાન્સ અને આર્જેન્ટીનાની વચ્ચે રમાઈ હતી. જેમાં આ ખિતાબી મુકાબલામાં ફ્રાન્સની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં મેસ્સીની ટીમે માત આપીને 36 વર્ષ પછી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

લિયોનલ મેસ્સીએ આખી ટુર્નામેન્ટમાં કુલ 7 ગોલ કર્યા હતા. જ્યારે ફાઈનલમાં તેણે 2 ગોલ કર્યા હતા. આર્જેન્ટીનાએ આ ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા આર્જેન્ટીનાએ 1978 અને 1986માં જીત્યો હતો. આ સિવાય આર્જેન્ટીના ત્રણ વખત (1930, 1990, 2014)માં ફાઈનલમાં પહોંચી હતી પરંતુ વર્લ્ડ કપ જીતી શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp