કેમ જીતશો વર્લ્ડ કપ? રાહુલ-રોહિતની હાજરીમાં BCCIની બેઠક, 3 નિર્ણયો પર લાગી મહોર

PC: insidesport.in

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયાએ પણ તેના નવા મિશનની તરફ નજર લગાવી દીધી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી, તેની સાથે કેટલીક અન્ય સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે BCCIમાં વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી.

મુંબઈમાં BCCI કાર્યાલયમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં BCCI પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, NCA ડિરેક્ટર VVS લક્ષ્મણ અને મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હાજર રહ્યા હતા.

મીટિંગમાં વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, T20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર પર ચર્ચા થઈ હતી. આ સાથે વર્કલોડ મેનેજમેન્ટ, ફિટનેસ પેરામીટર્સ અને ODI વર્લ્ડ કપ 2023 માટે રોડમેપ પણ બનાવવામાં આવ્યો હતો.

બેઠકમાં આ ત્રણ વિષયો પર લાગી મહોર: ઉભરતા ખેલાડીઓએ હવે સ્થાનિક શ્રેણીમાં સતત રમવું પડશે, જેથી કરીને તેઓ રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે તૈયાર થઈ શકે. યો-યો ટેસ્ટ અને ડેક્સા પસંદગી પ્રક્રિયાનો ભાગ હશે, જે સિનિયર ટીમના પૂલમાં રહેલા ખેલાડીઓ પર લાગુ કરવામાં આવશે. ODI વર્લ્ડ કપ 2023 અને અન્ય શ્રેણીઓને જોતા, NCA તમામ IPL ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, આ મીટિંગની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી. કારણ કે T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં બદલાવના સંકેત દેખાઈ રહ્યા હતા. હાર્દિક પંડ્યાને T20 ટીમની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જ્યારે રોહિત શર્માને વનડે અને ટેસ્ટની જ કમાન સોંપવામાં આવશે.

આ સિવાય T20 માટે અલગ કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ લાવી શકાય છે. જોકે, BCCIએ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. સિનિયર ખેલાડીઓને 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સિનિયર ખેલાડીઓ વનડે સિરીઝમાં ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, આ પછી જ્યારે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે, ત્યારે T-20ની કેપ્ટનશીપ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની વાત કરીએ તો, વર્ષ 2022માં એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વિદેશની ધરતી પર ટેસ્ટ મેચ હારી હતી. હવે 2023માં પણ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ રમવાનો છે અને ODI વર્લ્ડ કપ 2023 પણ યોજવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp