પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ થઈ શર્મસાર, 6 વર્ષ બાદ WI સામે હારી T20 સીરિઝ

PC: espncricinfo.com

વેસ્ટ ઇન્ડીઝ અને ભારત વચ્ચે 5 મેચોની T20 સીરિઝની પાંચમી અને અંતિમ મેચ ફ્લોરિડામાં રમાઈ હતી. તે એક ડીસાઇડર મેચ હતી. જે ટીમ આ મેચ પોતાના નામે કરતી તે આ સીરિઝ પણ જીતી જતી. મેજબાન ટીમ વેસ્ટ ઇન્ડીઝે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતને 8 વિકેટથી હરાવી દીધી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ સામે 166 રનોનો ટારગેટ આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમે ખૂબ સરળતાથી માત્ર 18 ઑવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો.

આ જીત સાથે જ વેસ્ટ ઈન્ડીઝે 3-2થી સીરિઝ પણ પોતાના નામે કરી લીધી. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એવામાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઑવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 61 રન સૂર્યકુમાર યાદવે બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 27 રનની સારી ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલ (5 રન), શુભમન ગિલ (9 રન), સંજુ સેમસન (13 રન) અને સંજૂ સેમસન (14 રન) પૂરી રીતે ફ્લોપ રહ્યા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી. અકીલ હુસેન અને જેસન હોલ્ડરને પણ 2-2 સફળતા મળી હતી. રોસ્ટન ચેઝે પણ 1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે 166 રનના ટારગેટનો પીછો કરતા વિસ્ફોટક અંદાજમાં શરૂઆત કરી. બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરનની વિસ્ફોટક ઇનિંગની મદદથી વેસ્ટ ઇન્ડીઝે સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી. વેસ્ટ ઇન્ડીઝની ટીમે માત્ર 18 ઑવરમાં જ 166 રનના ટારગેટને પોતાના નામે કરી લીધો. મેજબાન ટીમ માટે સૌથી વધુ 85 રન બ્રેન્ડન કિંગે બનાવ્યા.

એ સિવાય નિકોલસ પૂરને પણ 35 બૉલમાં 47 રન બનાવ્યા. ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહ અને તિલક વર્માએ 1-1 વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે રોવમેન પોવેલની કેપ્ટન્સીમાં 6 વર્ષ બાદ ભારતીય ટીમને T20 સીરિઝ હરાવી છે. વેસ્ટ ઇન્ડીઝે ભારતના આ સીરિઝમાં 3-2થી હરાવી. આ અગાઉ વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડીઝે ભારતને T20 સીરિઝ (1 મેચની સીરિઝ) હરાવી હતી. તો વેસ્ટ ઇન્ડીઝે માત્ર બીજી વખત 1 કરતા વધુ મેચની T20 સીરિઝમાં ભારતને હરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp