રોહિત-વિરાટને રિટાયર કરવા માગતા લોકો માટે પાઠ છે વીન્ડિઝ સામેની આ હાર,આ છે કારણો

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં જ્યારે ગુજરાત ટાઇટન્સ IPL 2022 જીત્યુ તો સૌ કોઈનું કહેવું હતું કે પંડ્યાને ટી20 ટીમનો કેપ્ટન બનાવી દેવો જોઇએ. જ્યારે રોહિતની કેપ્ટન્સીમાં ભારત ટી20 વર્લ્ડ કપ જીતી ન શક્યું તો તે સમયે પંડ્યાને કેપ્ટન બનાવવાની વાતે જોર પકડ્યું હતું.. માની લેવામાં આવ્યું કે વિરાટ-રોહિત હવે ટી20ને લાયક નથી.

જ્યારે ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ ન થનારી વેસ્ટઈન્ડિઝની ટીમે હરાવી તો સૌ કોઈ હાર્દિક પંડ્યાની ટીકા કરી રહ્યા છે. હવે બધાને વિરાટ કોહલી અને રોહિત શર્માની યાદ આવી રહી છે. તો ક્રિકેટના એક્સપર્ટ્સે મૌન ધારણ કરી લીધું છે, જેઓ પંડ્યાને કેપ્ટન બનાવવા પર ભાર આપી રહ્યા હતા. જોવા જઇએ તો એ તમામ લોકો માટે આ સીરિઝનું પરિણામ એક શીક રહી, જેઓ વિરાટ અને રોહિતને ટી20માંથી રિટાયર કરવા માગતા હતા. હાર્દિક ઘણાં નિર્ણયો ખોટા લીધા.

બધા દાંવો ઊંધા પડ્યા

હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલને એક બેટ્સમેનના રીતે ટ્રીટ કર્યો. એવું લાગ્યું કે તે પોતાને અક્ષર કરતા સારો સાબિત કરવા માગે છે. એવું બની શકે કે અંગત કોમ્પિટિશન હોઇ પણ તેણે ભારતની હારમાં મોટી ભૂમિકા ભજવી. હાર્દિકે જો સારા કેપ્ટન બનવું હોય તો એક લીડરના રૂપમાં વિચારવાનું રહેશે.

વિન્ડીઝને ઉશ્કેરવાનું કામ કર્યું

હાર્દિક પંડ્યાએ આખી સીરિઝ દરમિયાન એવા નિવેદનો આપ્યા, જેણે વીન્ડિઝના પ્લેયરોને ઉશ્કેરવાનું કામ કર્યું. તેણે નિકોલસ પૂરનને પડકારતા કહ્યું હતું કે જો તે મારી સામે મોટા શોટ રમવા માગે છે તો મારે. હું પણ જોઇ લઇશ. આ નિવેદને પૂરનને એક રીતે પ્રોત્સાહિત કર્યો અને તેણે આ આખી સીરિઝમાં સૌથી વધારે 176 રન બનાવ્યા. એટલું જ નહીં છેલ્લી ટી20 મેચમાં પંડ્યાની ઓવરમાં બેક ટુ બેક બે છગ્ગા પણ ફટકાર્યા. સીરિઝ હારની સંભાવનાઓને લઇ પણ તેણે કહેલું કે આ યૂનિક છે.

ખેલાડીના રૂપે પણ ફેલ

હાર્દિક પંડ્યાએ આ આખી સીરિઝમાં માત્ર 76 રન બનાવ્યા છે. અને 4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 24 રન જ્યારે બેસ્ટ બોલિંગ 35 રને 3 વિકેટ રહી. તેની પાસેથી વીન્ડિઝ જેવી ટીમ સામે ઘણું સારુ પ્રદર્શન કરવાની આશા હતી. હવે પંડ્યાને સપોર્ટ કરનારાઓ પણ બેકફુટ પર આવી ગયા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.