ભારત માટે મેસ્સી અને રોનાલ્ડોને પણ હરાવીશ: ફૂટબોલર સુનીલ છેત્રી

ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેની કેપ્ટનશિપમાં હાલમાં જ ભારતીય ફુટબોલ ટીમે સૈફ ચેમ્પિયનશિપ જીતી છે. બેંગલુરુમાં સૈફ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવ્યું હતું. ભાતે નવમી વખત સૈફ ટૂર્નામેન્ટ જીતી હતી. આ પહેલા ભારતીય ટીમે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ પણ જીત્યો હતો. બન્ને જ ટૂર્નામેન્ટમાં 38 વર્ષના સ્ટાર સ્ટ્રાઇકર સુનીલ છેત્રીએ ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે કેપ્ટન છેત્રીએ મોટું નિવેદન પણ આપ્યું છે. તેણે કહ્યું કે, તે પોતાના દેશ માટે મેસ્સી અને રોનાલ્ડોને પણ હરાવી શકે છે.
સુનીલ છેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જ્યારે દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની વાત આવે છે, તો મેસ્સી અને રોનાલ્ડોને પણ હરાવી શકુ છું. તે સિવાય પોતાની વધતી ઉંમરને લઇને સુનીલ છેત્રીએ કહ્યું કે, તે હજુ પણ સારું ફીલ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, જે દિવસે સારું ન લાગશે તે દિવસથી તે રમવાનું બંધ કરશે, હું હજુ પણ સારું ફીલ કરી રહ્યો છું અને દેશ માટે સારું કરવા માટે પ્રેરિત છું. જે દિવસે મને લાગશે ત્યારે હું રમવાનું છોડીશ. પણ મને નથી ખબર કે આવું ક્યારે થશે.
ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ અત્યાર સુધી 142 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 93 ગોલ કર્યા છે. તે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લાયોનેલ મેસ્સી બાદ ત્રીજા નંબરનો એક્ટિવ ગોલ સ્કોરર છે. જોકે, ઓલ ટાઇમ ગોલ સ્કોરરના લિસ્ટમાં છેત્રી ચોથા નંબર પર છે. ત્રીજા નંબર પર 109 ગોલ સાથે ઇરાનનો અલી છે. આ લિસ્ટમાં 123 ગોલ સાથે પહેલા નંબર પર રોનાલ્ડો છે અને 103 ગોલ સાથે બીજા નંબર પર મેસ્સી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp