
ખેલાડીઓ અને સેલિબ્રિટીઓના દરેક પ્રકારના ચાહકો હોય છે. કોઇ સામાન્ય ફેન હોય તો કોઇક તો ડાઇ હાર્ડ ફેન પણ હોય છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના પણ આવા અનેક ડાઇ હાર્ડ ફેન્સ છે. કેટલાંક ક્રિક્રેટ ચાહકો સોશિયલ મીડિયા પર પાગલપન બતાવતા હોય છે. તો કેટલાંક તો એવા પણ હોય છે જે ક્રિક્રેટના મેદાન પર ચાલુ રમતે ધસી જતા હોય. વિરાટ કોહલીના આવો જ એક ચાહક છે જેનું નામ છે અમન અગ્રવાલ.
અમનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે. ફોટોમાં અમને લગ્નની શેરવાની પહેરેલી છે અને પાછળના ભાગમાં ટીવી પર વિરાટ કોહલી શ્રીલંકાની સામે બેટીંગ કરતો નજરે પડે છે. તમને થશે કે આ ફોટોમાં એવું તે ખાસ શું છે?
71st Loading.... @imVkohli #Cheeku #VK18 #Bhagwan❤️❤️ pic.twitter.com/5FQzEA3uHf
— Aman Agarwal (@Aman2010Aman) April 10, 2022
અમન પોતાને વિરાટનો સૌથી મોટો પ્રસંશક બતાવે છે અને માને છે. જ્યારે વિરાટ કોહલી પોતાની 71મી સદી માટે સંઘર્ષ કરી રહ્યો હતો તે વખતે અમન અગ્રવાલ અનેક મેચોમાં પોસ્ટર લઇને પહોંચી જતો હતો. આ પોસ્ટરમાં લખ્યું હતું કે જ્યાં સુધી વિરાટ કોહલી પોતાની 71મી સદી પુરી નહીં કરે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આ તસ્વીર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ હતી.
એ પછી વિરાટ કોહલીએ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં અફઘાનિસ્તાનની સામેની એશિયા કપ T-20 મેચમાં પોતાની 71મી સદી ફટકારી હતી. હવે અમન અગ્રવાલે દાવો કર્યો છે કે તેના મેરેજ થઇ ગયા છે. સૌથી કમાલની વાત એ હતી કે 15 જાન્યુઆરી 2023ના દિવસે જ્યારે અમનના લગ્ન થયા ત્યારે વિરાટે પોતાની 74મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડેમાં 166 રન બનાવી દીધા હતા.
"I asked for the 71st century but he scored 74th on my special day" ❤️❤️❤️@imVkohli @AnushkaSharma @StayWrogn pic.twitter.com/zHopZmzKdH
— Aman Agarwal (@Aman2010Aman) January 16, 2023
અમને પોસ્ટમાં કહ્યું છ કે, જે દિવસે તેના લગ્ન થયા તે દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રમાઇ હતી. ફોટો શેર કરીને અમને લખ્યું કે મેં તો વિરાટ કોહલી પાસે 71મી સદીની માંગ કરેલી, પરંતુ તેણે તો મારા ખાસ દિવસે 74મી સદી બનાવી દીધી.
Wo player nahi.... Duniya hai meri...
— Aman Agarwal (@Aman2010Aman) November 4, 2020
Happiest 32nd to you Bhagwan❤️😘 @imVkohli pic.twitter.com/hJKJVgSj3t
અમન અગ્રવાલની આ પોસ્ટની લોકો સરાહના કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, લગ્નની શુભેચ્છા, આવી જ રીતે વિરાટ કોહલી પાસે સેન્ચૂરીની માંગ કરતો રહેજે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp