ધોની આવતા વર્ષે પણ રમી શકે છે, રૈનાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને પૂર્વ ક્રિકેટર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ સાથી ખેલાડી સુરેશ રૈનાએ મોટી પ્રતિક્રિયા આપી છે. બધા લોકોનું માનવું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL હોય શકે છે. તેના જણાવ્યા મુજબ, જો મહેન્દ્ર સિંહ ધોનીએ સારું પ્રદર્શન કર્યું અને તેની ફિટનેસ સારી રહી તો પછી તે આગામી IPLમાં પણ રમી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેના થોડા સમય બાદ જ સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.

હવે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે, IPL 2023 મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી સીઝન હોય શકે છે. ત્યારબાદ તે આ T20 લીગને અલવિદા કહી દેશે. જો કે, તેને લઈને અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ પોતાના એક નિવેદનમાં એ સ્પષ્ટ કરી દીધું હતું કે તે IPLમાં પોતાની છેલ્લી મેચ ચેન્નાઇના ફેન્સ સામે રમવા માગે છે. તો સુરેશ રૈનાના જણાવ્યા મુજબ, જો મહેન્દ્ર સિંહ ધોનીનું ફોર્મ અને ફિટનેસ સારી રહી તો વધુ એક સીઝન, IPLમાં રમી શકે છે.

લિજેન્ડ્સ ક્રિકેટ લીગ ક્રિકેટ રમવા ગયેલા સુરેશ રૈનાએ મેચ બાદ કહ્યું કે, બની શકે આગામી વર્ષે મહેન્દ્ર સિંહ ધોની ફરી IPL રમે. તેનું ફોર્મ સારું લાગી રહ્યું છે, બેટિંગ સારું કરી રહ્યો છે. ડિપેન્ડ કરે છે કે તે આ સીઝનમાં કેવું રમે છે. ખૂબ ચેલેન્જિંગ હશે કેમ કે તે અને રાયડુ એક વર્ષથી ક્રિકેટ રમ્યા નથી, મારા હિસાબે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ખૂબ મજબૂત છે. ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવેના રૂપમાં કેટલાક યંગ ખેલાડી છે અને બેન સ્ટોક્સ પણ છે. મારી શુભકામનાઓ ટીમ સાથે છે. મહેન્દ્ર સિંહ ધોની સાથે મારી ફોન પર વાત થતી રહે છે. તે આ સમયે IPL માટે ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

સુરેશ રૈનાની વાત કરીએ તો તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)માં રમી રહ્યો છે અને તે તેમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં તેને રિટાયરમેન્ટથી વાપસી બાબતે પૂછવામાં આવતા સુરેશ રૈનાએ શાહિદ આફ્રિદીનું ઉદાહરણ આપતા મજેદાર જવાબ આપ્યો. આ સમયે સુરેશ રૈનાનો જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રિપોર્ટરે રૈનાને પૂછ્યું કે, ‘લીજેન્ડ લીગ ક્રિકેટમાં આજે રાત્રે તમારા પ્રદર્શન બાદ દરેક તમને IPLમાં પાછા જોવા માગે છે. તેના પર રૈનાએ મજેદાર અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, હું સુરેશ રૈના છું, શાહિદ આફ્રિદી નહીં. હું રિટાયરમેન્ટ લઈ ચૂક્યો છું અને પછી જોરથી હસવા લાગ્યો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.