એક હારથી હચમચી ગયું ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને તરત જ ભારત બોલાવાયો

PC: twitter.com

ઓસ્ટ્રેલિયાને નાગપુર ટેસ્ટ મેચમાં ભારત હાથે ઇનિંગ્સ અને 132 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સ્પર્ધાના ત્રીજા દિવસે R. અશ્વિનના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ બપોરના સેશનમાં જ ઓસ્ટ્રેલિયાની તમામ દસ વિકેટો પાડી દીધી હતી. આ શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે.

નાગપુર ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં ખળભળાટ મચી ગયો છે. હવે ટીમ મેનેજમેન્ટે ડાબોડી સ્પિનર મેથ્યુ કુહનમેનને ટીમમાં સામેલ કર્યો છે. કુહનમેન ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે અને તેને દિલ્હી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ-11માં સ્થાન મળે તેવી શક્યતા છે. મેથ્યુ કુહનમેને મિશેલ સ્વેપ્સનનું સ્થાન લીધું છે. મિશેલ સ્વેપ્સન પહેલીવાર પિતા બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે પોતાની ગર્ભવતી પત્ની સાથે રહેવા માંગે છે. એવી અપેક્ષા છે કે મિશેલ સ્વેપ્સન ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે ફરી જોડાશે.

મેથ્યુ કુહનમેને ગયા વર્ષે શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. મેથ્યુ કુહનમેને અત્યાર સુધી ચાર વનડેમાં કુલ છ વિકેટ ઝડપી છે. 26 વર્ષીય કુહનમેને ફર્સ્ટ ક્લાસ લેવલ પર 13 મેચમાં 34.80ની એવરેજથી 35 વિકેટ લીધી છે. સ્વેપ્સનની જેમ કુહનમેન પણ ક્વીન્સલેન્ડ માટે રમે છે. જોકે, સ્વેપ્સન હોવાને કારણે તેને પ્લેઇંગ-11માં વધુ તક મળતી નથી.

જો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન દિલ્હીમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચ માટે ફિટ થઇ જાય છે તો, ઓસ્ટ્રેલિયન ટીમ નાથન લિયોન, ટોડ મર્ફીની સાથે ત્રીજા સ્પિનર તરીકે મેથ્યુ કુહનમેનને તક આપી શકે છે. મેથ્યુ કુહનમેન ટોડ મર્ફી પાસેથી પ્રેરણા લઈ શકે છે, જેમણે નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂમાં 7/124 સાથે શાનદાર શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર. સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેથ્યુ કુહનમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો. મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp