પુરુષોએ નહીં મહિલાઓએ રમ્યો હતો પહેલો વર્લ્ડકપ, 50 વર્ષ પહેલાંની સ્ટોરી જાણો

PC: sportskeeda.com

તમને જાણીને નવાઇ લાગશે કે આજથી 50 વર્ષ પહેલાં આજના દિવસે પહેલાં મહિલા ICC વર્લ્ડકપની શરૂઆત થઇ હતી. પહેલા મહિલા વર્લ્ડકપમાં ઇંગ્લેંડની ટીમ કપ જીતી ગઇ હતી.1973માં પહેલા મહિલા વર્લ્ડકપની શરૂઆત પછી 1975માં પુરુષ વર્લ્ડકપની શરૂઆત થઇ હતી.

પ્રથમ ICC વર્લ્ડ કપ 20 જૂન, 1973ના રોજ શરૂ થયો હતો. પહેલો વર્લ્ડ કપ પુરુષોની નહીં પણ મહિલા ટીમો વચ્ચે યોજાયો હતો. આ વર્લ્ડ કપ યજમાન ઈંગ્લેન્ડમાં રમાયો હતો. આ વર્લ્ડ કપના બે વર્ષ બાદ 1975માં મેન્સ વર્લ્ડ કપ રમાયો હતો. પ્રથમ ICC વર્લ્ડ કપની પ્રથમ મેચ જમૈકા મહિલા અને ન્યુઝીલેન્ડની મહિલાઓ વચ્ચે રમાઈ હતી.

આ વર્લ્ડ કપને મહિલા વર્લ્ડ કપ 1973 કહેવામાં આવતો હતો. ICC પ્રથમ વિશ્વ કપના 50 વર્ષ પૂર્ણ થવા પર તેની 50મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ અવસર ICC દ્વારા વિશ્વની કેટલીક યાદગાર તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં મહિલા ખેલાડીઓ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ICC વર્લ્ડ કપ રમતી જોવા મળે છે. ICCએ વર્લ્ડ કપ પોસ્ટને કેપ્શન આપ્યું  છે,50 અદભૂત વર્ષ. 1973માં આ દિવસે શરૂ થયેલા પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રથમ ICC વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમે ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડની મહિલા ટીમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને 92 રનથી હરાવીને ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટ્રોફી જીતી હતી. રશેલ હેહો-ફ્લિન્ટ તે સમયે ઈંગ્લેન્ડની કેપ્ટન હતી.

1973માં રમાયેલી મહિલા વર્લ્ડકપ ફાઇનલમાં ઇંગ્લેંડે પહેલાં બેટીંગ કરીને 60 ઓવરમાં 3 વિકેટના નુકશાને 279 રન બનાવ્યા હતા. ઇંગ્લેંડની ક્રિક્રેટર અનિડ બેકવેલે આ મેચમાં 11 ચોક્કા ફટકારીને 118 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 60 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 187 રન બનાવી શકી હતી.

એ પછી પહેલીવાર 1975માં પુરુષ વર્લ્ડકપ રમાયો હતો. પહેલા મેન્સ વર્લ્ડકપમાં ટ્રોફી વેસ્ટઇન્ડિઝની ટીમ જીતી ગઇ હતી. વેસ્ટઇન્ડિઝે ફાયનલમાં ઓસ્ટ્રેલિયાની સામે 17 રનથી જીત મેળવી હતી.

એનો મતલબ એ છે કે ક્રિક્રેટની બાબતમાં પુરુષો કરતા મહિલાઓ આગળ હતી, જો કે તે પછી પુરુષોની ક્રિક્રેટને વધારે મહત્ત્વ મળતું થયું.હવે ફરી એકવાર મહિલાઓ ક્રિક્રેટમાં કાઠું કાઢી રહી છે અને ભારતમાં વુમન્સ ક્રિક્રેટની એક મજબુત ટીમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp