આજે તો પાકિસ્તાન પણ પ્રાર્થના કરશે કે શ્રીલંકા સામે ભારત જીતી જાય

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં પોતાના જોરદાર પ્રદર્શન અને અભિયાનને જાળવી રાખવા શ્રીલંકા સામે મેદાનમાં ઉતરી છે. ખબર લખ્યા સુધીમાં, આ મેચમાં રોહિત શર્માની શરૂઆતી વિકેટ ગુમાવ્યા પછી ભારતીય ટીમના વિરાટ કોહલી અને શુભમન ગિલે ભારતને સારી શરૂઆત અપાવી છે. આ બંને ખેલાડીઓએ હાફ સેન્ચ્યુરી ફટકારી છે. ખેર, આ મેચ એટલા માટે પણ મજેદાર રહેવાની છે કારણ કે આ મેચ જો ભારત જીતી જશે તો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે. આ મેચ પર જોકે જેટલી નજર ભારતીય ફેન્સની રહેશે, તેનાથી વધારે પાકિસ્તાની ફેન્સની આ મેચ પર નજર રહેશે. તેઓ ન માત્ર આ મેચને જોશે બલ્કે ઈન્ડિયન ટીમની જીત માટે પ્રાર્થના પણ કરશે.

જો ભારત સામેની મેચમાં શ્રીલંકા હારે છે તો વર્લ્ડ કર સેમીફાઈનલની રેસમાંથી લંકાની ટીમ બહાર થઇ જશે. એટલે કે સેમીફાઈનલની રેસમાં પાકિસ્તાની ટીમ માટે વધુ એક કોમ્પિટિશન ઓછું થઇ જશે. પછી પાકિસ્તાને પોતાની બધી મેચ જીતવાની સાથે સાથે માત્ર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ્સથી ખતરો રહેશે. ન્યૂઝીલેન્ડ સામેની સાઉથ આફ્રિકાની જીતે પાકિસ્તાનનું કામ જરા વધારે સરળ કરી દીધું છે.

પાકિસ્તાનની હજુ બે લીગ મેચો બાકી છે. પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાને મેચ રમવાની છે. આ બંને મેચોમાં ન માત્ર પાકિસ્તાને જીતવાનું છે બલ્કે મોટા માર્જિનથી જીતવાનું રહેશે. જેથી તેમની નેટ રનરેટ સુધરી શકે.

એવું માની લો કે ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાનની મેચ વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ જેવી રહેશે. જો પોતાની બાકી રહેલી બંને મેચો પાકિસ્તાન જીતી જાય છે, તેમ છતાં તેના 10 પોઇન્ટ્સ જ રહેશે. એટલે કે સીધી રીતે સેમીફાઇનલમાં પહોંચી શકશે નહીં. એવામાં બધાની નજર અન્ય મેચો પર રહેશે.

પાકિસ્તાન આશા કરશે કે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ તેમની બાકીની બધી મેચો હારી જાય. આ બંને ટીમો 4-4 મેચ જીતી ચૂકી છે. જો કોઇપણ ટીમ પોતાની બધી મેચો હારી જાય છે તો તેમના 8 પોઇન્ટ્સ જ રહેશે. એવામાં પાકિસ્તાન તેની બધી મેચો જીતીને સેમીફાઇનલમાં ક્વોલિફાઇ થઇ જશે. આ ઉપરાંત પાકિસ્તાને અફઘાનિસ્તાનની હાર માટે પણ દુઆ કરવાની રહેશે. અફઘાન ટીમ હાલમાં 6 પોઇન્ટ્સ પર છે. જેની 3 લીગ મેચ બાકી છે. એવામાં પાક ટીમ ઈચ્છશે કે અફઘાનિસ્તાનની ટીમ ઓછામાં ઓછી બે મેચ હારે.

આ ઉપરાંત પાકિસ્તાનની આશા ભારતીય ટીમ પર રહેશે. પાકિસ્તાન આશા કરશે કે ઈન્ડિયન ટીમ શ્રીલંકા અને નેધરલેન્ડ્સને હરાવી દે. આ બંને ટીમો 6 માંથી માત્ર બે જ મેચ જીતી શકી છે. એવામાં જો તેઓ વધુ એક મેચ હારશે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp