Video: શમી-સિરાજ-બુમરાહની બોલિંગ પાક ખેલાડીને ન પચી, બોલ્યો- બોલની તપાસ કરો

PC: indiatoday.com

વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ જ સુંદર પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં આ ટીમે આ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને બધી જ મેચોમાં વિજય હાંસલ કર્યો છે. 14 પોઇન્ટની સાથે ટીમ ઈન્ડિયા પોઇન્ટ ટેબલ પર પહેલા સ્થાને છે. ભારતીય ટીમને સાતમી જીત ગુરુવારે શ્રીલંકા સામેની મેચમાં મળી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચોમાં ભારતીય ટીમ 302 રનથી જીતી હતી. ટીમ ઈન્ડિયાની આ જીતમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજની અગત્યની ભૂમિકા હતી. આ ત્રણેય ફાસ્ટ બોલરોએ મળીને 9 વિકેટ હાંસલ કરી. શમીએ 5, સિરાજે 3 અને બુમરાહે 1 વિકેટ પોતાના નામે કરી.

ભારતીય પેસર્સની આ ઘાતક બોલિંગ પાકિસ્તાનને પચી રહી નથી. પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર હસન રઝાએ શમી અને સિરાજને અપાતા બોલને તપાસ કરવાની માગ કરી દીધી. તેણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના શોમાં આવી મૂર્ખતાભરી વાત કહી. આ શોના એન્કરે હસન રઝાને સવાલ કર્યો કે, શું બોલો અલગ હોય છે. કારણ કે જે રીતની સ્વિંગ ભારતીય બોલરોને મળી રહી છે, એવું લાગી રહ્યું છે કે તેઓ બોલિંગ પિચ પર બોલિંગ કરી રહ્યા છે અને તેમને અજીબ પ્રકારની સ્વિંગ મળી રહી હોય છે.

જેના પર હસન રઝાએ કહ્યું કે,  જ્યારે ટીમ ઈન્ડિયાની બોલિંગ શરૂ થાય છે તો જોવામાં આવે છે કે ડીઆરએસના નિર્ણય પણ તેમના પક્ષમાં જતા હોય છે. 7-8 DRS એવા હતા જે ખૂબ જ નજીક હતા. તે ભારતના પક્ષમાં ગયા. પણ જ્યાં સુધી બોલની વાત છે તો શમી-સિરાજ જેવા બોલર એલન ડોનાલ્ડ, એનટિની જેટલા ખતરનાક થઇ ગયા છે. મને લાગે છે કે, બીજી ઈનિંગમાં બોલ પણ બદલાઈ જાય છે. બોલની પણ તપાસ થવી જોઇએ. આના પર ચર્ચા થવી જોઇએ. મને તો શંકા છે.

ભારતીય પેસર્સ પર સવાલ ઉઠાવનાર આ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝા કાંઇ મોટા ક્રિકેટર રહ્યા નથી. તેણે માત્ર 7 ટેસ્ટ રમી છે. જેમાં તેણે લગભગ 27ની સરેરાશથી 235 રન બનાવ્યા છે. તો 16 વનડેમાં તેના નામે 242 રન છે.

જોકે, હસન રઝાના આરોપોનો જવાબ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ આપ્યો છે. આકાશ ચોપરાએ એક્સ પર લખ્યું કે, શું આ એક ગંભીર ક્રિકેટ શો છે? જો નહીં તો કૃપા કરી અંગ્રેજીમાં વ્યંગ, કોમેડીનો ઉલ્લેખ કરો. મતલબ કે આને પહેલાથી જ ઉર્દૂમાં લખી શકાય છે પણ હું આને સમજી શકતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp