સુરેશ રૈનાએ વર્લ્ડ કપ 2023ના બેસ્ટ ફીલ્ડર્સના નામ જણાવ્યા, 2 ભારતીય બોલરો સામેલ

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રહેલા સુરેશ રૈનાએ વર્લ્ડ કપ 2023ના પોતાના ફેવરિટ ફીલ્ડર્સના નામ જણાવ્યા છે. સુરેશ રૈનાએ એ ખેલાડીઓના નામ જણાવ્યા જેમણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી સારી ફીલ્ડિંગ કરી છે. રૈનાએ તેની આ લિસ્ટમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવને પણ સામેલ કર્યો છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાનું પણ તેણે નામ લીધું છે.
સુરેશ રૈનાની વાત કરીએ તો, તે પોતાના જમાનાના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક હતો. રૈના ધુંઆધાર બેટિંગ તો કરતો જ હતો. પણ તેની સાથે જ તે ખૂબ જ જોરદાર ફીલ્ડર પણ હતો. સુરેશ રૈના ક્રિકેટના મેદાનમાં તેની ફીલ્ડિંગ માટે જાણીતો હતો. આ કારણે જ જ્યારે પણ ક્રિકેટ જગતમાં ફીલ્ડિંગની વાત આવે છે તો રૈનાનું નામ જરૂર લેવામાં આવે છે.
રૈનાએ કહ્યું- આ સ્પિનર ફીલ્ડિંગ દરમિયાન ઘણી ડાઈવ મારે છે
ICC સાથેની વાતચીતમાં સુરેશ રૈનાએ વર્લ્ડ કપના બેસ્ટ ફીલ્ડર્સ વિશે જણાવ્યું કે, હું રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલનું નામ લઇશ. ત્યાર પછી ગ્લેન ફીલિપ્સ પણ છે. તે ખૂબ જ સારા કેચ લઇ રહ્યો છે. આ ઉપરાંત સૌથી અગત્યનો ફીલ્ડર કુલદીપ યાદવ છે. મને લાગે છે કે બાઉન્ડ્રી લાઇન પર કે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તે ઘણી ડાઈવ પણ મારી રહ્યો છે. એક બોલર તરીકે આવું કરવું સરળ નથી. તે પોતાની ફીલ્ડિંગને ખાસ્સી એન્જોય કરી રહ્યો છે.
તમને જણાવીએ કે, આ પહેલા કુલદીપ યાદવે પોતાની બેટિંગને લઇ પણ એક મોટી પ્રતિક્રિયા આપી હતી. કુલદીપ યાદવ અનુસાર, બોલિંગ ઉપરાંત બેટિંગ પર પણ કામ કરી રહ્યો છે. જેથી જરૂર પડવા પર ટીમ માટે તે પોતાનો ફાળો આપી શકે. જણાવીએ કે, કુલદીપ યાદવે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 13 બોલમાં 9 રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહની સાથે સારી પાર્ટનરશીપ કરી હતી.
29 ઓક્ટોબરના રોજ રવિવારે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે લખનૌમાં મેચ રમાઈ હતી. મેચ શરૂ થવા પહેલા ભારતીય ટીમના બે પૂર્વ ક્રિકેટર વર્લ્ડ કપની ટ્રોફી લઇને મેદાન પર પહોંચ્યા હતા. સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે, તેઓ આ ટ્રોફી લઇ મેદાન પર પહોંચ્યા હતા. આ તેમનું ઘરેલૂ મેદાન પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp