કોણ છે સૌરવ ગાંગુલીનો ભાઈ સ્નેહાશિષ? જેના પર WCની ટિકિટ બ્લેકમાં વેચવાનો આરોપ
કોલકાતા પોલીસે વર્લ્ડ કપ મેચની ટિકિટના કથિત બ્લેક માર્કેટના કેસમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધ્યક્ષ સ્નેહાશિષને સમન્સ પાઠવ્યા છે. તેમને 24 કલાકની અંદર પૂછપરછ માટે ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું છે. સ્નેહાશિષ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCI પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ છે. કોલકાતા પોલીસના જણાવ્યા મુજબ સ્નેહાશિષને નોટિસ આપવામાં આવી છે અને તેને 24 કલાકની અંદર પોલીસ સામે હાજર થવા કહ્યું છે.
પોલીસે આ કેસમાં કુલ 7 FIR નોંધી છે અને અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરી ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી 94 ટિકિટ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે આ ટિકિટની કિંમત 900 રૂપિયા છે, પરંતુ બ્લેક માર્કેટમાં 8,000 રૂપિયાની વેચવામાં આવી રહી હતી.
વિવાદ પર શું બોલ્યા સૌરવ ગાંગુલી?
બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતાના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીના સમર્થનમાં મજબૂતીથી સામે આવ્યા છે અને તેમણે કહ્યું કે, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં થનારી મેચ સાથે જોડાયેલી ટિકિટ વિવાદમાં રાજ્ય સંઘની કોઈ ભૂમિકા નથી. પોલીસ ગુનેગારને પકડી શકે છે. CABની તેમાં કોઈ ભૂમિકા નથી. ઇડનની ક્ષમતા 67 હજારની છે, માગ એક લાખ લોકો કરતા વધુની છે.
શું છે આખો મામલો?
એક ક્રિકેટ ફેને ફરિયાદ નોંધાવી છે કે, CABએ જાણીજોઇને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ ટિકિટોનો એક મોટો હિસ્સો અલગ રાખી દીધો હતો અને તેને વ્યક્તિગત લાભના ઇરાદાથી બ્લેક માર્કેટ કરનારાઓ માટે ઉપલબ્ધ કરાવ્યો. આ કેસમાં BCCI અને ઓનલાઇન પોર્ટલ બુક માય શૉ પર પણ આરોપ લાગ્યા છે. બીજી તરફ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના તમામ આજીવન સભ્ય પણ નાખુશ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વખત મેમ્બર્સ માટે પણ ટિકિટ ઓનલાઇન કરી દેવામાં આવી. આ અગાઉ સુધી સભ્યોને મેમ્બરશીપ કાર્ડ દેખાડવા પર ટિકિટ આપવામાં આવતી હતી. આ વિવાદ પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, CABના સંવિધાનમાં એમ ક્યાંય લખ્યું નથી કે આજીવન સભ્યને આજીવન ટિકિટ મળશે. CABએ આ વખત પણ 3,000 ટિકિટ આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp