જંતર મંતર પર પહેલવાનો ફરી ધરણા પર, કહ્યું- બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ પછી જ ઉઠીશું

PC: twitter.com

Wrestling Federation Of India (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ કરવા માટે કુસ્તીબાજો ફરી જંતર-મંતર પહોંચ્યા છે. 7 મહિલા કુસ્તીબાજોએ સિંહ વિરૂદ્ધ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદ આપી છે. પહેલવાનોએ કહ્યું, 3 મહિના થઈ ગયા, છતા અમને ન્યાય મળ્યો નથી, તેથી અમે ફરીથી વિરોધ કરી રહ્યા છીએ. અમે ન્યાય માંગીએ છીએ, હજુ FIR નોંધાઈ નથી. પહેલા અમને FIR દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું, હવે અમે FIR દાખલ કરવાના જઇએ છે તો પોલીસ સાંભળતી નથી.

પહેલનાન સાક્ષી મલિકે કહ્યું કે અમે 2 દિવસ પહેલાં જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પરંતુ હજુ પણ અમને સાંભળવમાં નથી આવતા અને FIR પણ નોંધવામાં આવતી નથી. ફરિયાદ કરનારામાં એક સગીર સહિત 7 રેસલર્સ છે. 3 મહિના પછી અમે ફરીવાર ધરણાં પર બેઠા છીએ.

સાક્ષી મલિકે કહ્યું કે, કમિટીએ તપાસ  રિપોર્ટ રજૂ કર્યો કે નથી કર્યો તે વિશે અમેન કશી ખબર નથી. લોકો અમને જ જુઠા કહેવા માંડ્યા હતા. તપાસ રિપોર્ટ જાહેર કરવો જોઇએ. એક છોકરીનો મામલો કેટલો સંવેદનશીલ હોય છે તે તમે બધા સમજી શકો છો.

પહેલવાન બજરંગ પૂનિયાએ કહ્યું કે, અમારા ધરણાં ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહની ધરપકડ ન કરવામાં આવે. હવે અમારી ધીરજ ખૂટી ઘઇ છે. તપાસ માટે બે કમિટી બનાવવામા આવી, પરંતુ કોઇ પરિણામ સામે આવ્યું નથી. હવે આ કેસની CBI તપાસ થવી જોઇએ.

રેસલર વિનેશ ફોગાટે કહ્યુ કે દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ આ આરોપ લગાવી રહ્યા છે. અમે આ શોષણ સહન કરી રહ્યા છીએ. 3 મહિનામાં કમિટીના કોઇ સભ્યએ નથી અમારો ફોન ઉઠાવ્યો કે મંત્રાલયમાંથી નથી કોઇએ સંપર્ક કર્યો. ફોગાટે કહ્યું કે વારંવાર એવું કહેવામાં આવે છે કે પહેલાવાનોએ પુરાવા નથી આપ્યા. તો અમારું કહેવું છે કે એક વખત બ્રિજ ભૂષણ સિંહનો પણ નિદોર્ષ હોવાનો સબૂત તો માંગો. અમે તો કહી રહ્યા છે કે આ આખા પ્રકરણમાં તમનો નાર્કો ટેસ્ટ થવો જોઇએ.

વિનેશે કહ્યું કે, કેસની CBI તપાસ થવી જોઇએ, એમાં જે પણ દોષિત હોય તેને દંડ થવો જોઇએ. જો એમાં અમે દોષિત સાબિત થઇએ તો અમે પણ દંડનો સ્વીકાર કરીશું. હવે અમે જંતર મંતર પર જ ખાઇશુ અને સુઇ જશુ, પરંતુ ન્યાય મેળવીને જ રહીશું. પહેલાવનોએ કહ્યું કે અમે કુશ્તી માટે લડાઇ લડી રહ્યા છે. એના માટે અમારો જીવ પણ આપી દઇશુ, હવે તો મરીશું પણ જંતર મંતર પર જ.

ખેલાડીઓએ કહ્યું કે અમને અનેક ધમકીઓ મળી રહી છે. 3 મહિનાથી વધારે સમય સુધી રાહ જોયા બાદ, અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ અધિકારીઓ સાંભળવા જ તૈયાર નથી.

આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પહેલવાનોએ WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે જંતર મંતર પર પ્રદર્શન કરીને ગંભીર આરોપો લગાવ્યા હતા. ઓલોમ્પિક એસોસિયેશન અને રમત-ગમત મંત્રાલયે આરોપોની તપાસ માટે 2 કમિટી બનાવી હતી. કમિટીઓનું કહેવું હતું કે આરોપ લગાવનાર પહેલવાનોએ પુરાવા આપ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp