ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતી પણ ભારતને પણ થયો ફાયદો, જાણો આવું કેવી રીતે

PC: deccanherald.com

ઓસ્ટ્રેલિયાએ હાલની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા એક તરફ સીરિઝ પર 2-0થી પોતાના નામે કરી લીધી છે. WTC ટેબલ ટોપમાં પહેલા ક્રમે આવેલી કાંગારૂની ટીમે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝને 2-0થી જીતીને પોતાની ફાઈનલની જગ્યાને લગભગ નક્કી કરી દીધી છે.

સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાયેલી સીરિઝની અંતિમ મેચ ડ્રોમાં પરિણમી હતી. તેની સાથે જ કાંગારૂ ટીમે પોતાની પોઝિશનને મજબૂત કરી તો હવે આફ્રિકાની ટીમ માટે આ સફર મુશ્કેલ બની ગયો છે.

સિડનીમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદના કારણે બાધિત રહી હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ પોતાની ઈનિંગની સમાપ્તી 475ના સ્કોર પર સમાપ્ત કરી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 255 પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ફોલોઓન પણ બચાવી શકી ન હતી. જેના પછી ફોલોઓન રમવા ઉતરેલી મહેમાન આફ્રિકન ટીમે 106 રન 2 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા અને મુકાબલો ડ્રોમાં પરિણમ્યો હતો.

આ પહેલા સીરિઝની પહેલી બે મેચ કાંગારૂ ટીમે જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝમાં માત્ર એક મેચ જ 15 ટેસ્ટ રમ્યા પછી હારી, જ્યારે 10માં જીત મેળવી છે.

જ્યારે સાઉથ આફ્રિકાના હારવાથી ભારતનો રસ્તો પણ રસળ થઈ ગયો છે. પહેલા ફાઈનલની રેસમાં ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા હતું. પરંતુ હવે આ રેસમાંથી સાઉથ આફ્રિકાની ટીમ લગભગ બહાર જ થઈ ગઈ છે અને હવે મુકાબલો ભારત અને શ્રીલંકાની વચ્ચે જ છે. ઓસ્ટ્રેલિયાની આ જીતથી વધુ ફાયદો ભારતને થયો છે, કારણ કે ભારત પાસે 99 પોઇન્ટ્સ છે અને 58.93 ટકા પોઇન્ટ્સ છે.

આફ્રિકાની ટીમ માત્ર ત્યારે જ ફાઈનલમાં જઈ શકતે જ્યારે આગામી સીરિઝમાં ન્યુઝીલેન્ડ બંને મેચમાં શ્રીલંકાને હાર આપે અને ઓસ્ટ્રેલિયાઈ ટીમ ભારતને ચારે ટેસ્ટમાં હાર આપે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ફાઈનલ થઈ શકે છે પરંતુ આ ઘણું મુશ્કેલ જોવા મળી રહ્યું છે.

જો ભારતની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઈ પણ રીતે સીરિઝ જીતવી પડશે. જો ભારત તે સીરિઝ ડ્રો કરાવે છે તો અને બીજી તરફ શ્રીલંકાની ટીમ ન્યુઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝ જીતી જાય છે તો ભારતીય ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મતલબ ભારતે પોતાની જીત સાથે શ્રીલંકાની હાર માટે પણ દુઆ કરવી પડશે. આ સીરિઝમાં હજુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચાર ટેસ્ટ મેચ બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં રમાવાની છે. જ્યારે શ્રીલંકાએ ન્યુઝીલેન્ડના પ્રવાસમાં બે ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp