સારું પ્રદર્શન છતા આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં સતત થઇ રહી છે અવગણના

PC: twitter.com

ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી અન્યાયનો શિકાર બની રહ્યો છે. સતત સારા પ્રદર્શન છતાં આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં બિલકુલ તક આપવામાં નથી આવી રહી, પરંતુ હવે આ ખેલાડીએ બેટથી જબરદસ્ત તોફાન મચાવીને સિલેક્ટર્સની બોલતી બંધ કરી દીધી છે. મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે તામિલનાડુ સામેની રણજી ટ્રોફી ગ્રુપ બીની મેચમાં બેટ વડે એવું તોફાન મચાવી દીધું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. યશસ્વી જયસ્વાલે તામિલનાડુ સામે રણજી ટ્રોફીની ગ્રુપ બીની મેચમાં અણનમ 66 રનની આક્રમક અડધી સદી ઈનિંગ રમી છે.

જોકે, શુક્રવારે યશસ્વી જયસ્વાલની આક્રમક અડધી સદીની ઇનિંગ્સ છતાં મુંબઈની ટીમ તામિલનાડુ સામેની રણજી ટ્રોફી ગ્રુપ બીની મેચ જીતવાથી 74 રન દૂર રહી ગઈ હતી. જીત માટે 212 રનનો પીછો કરતા મુંબઈએ 24.2 ઓવરમાં ત્રણ વિકેટે 137 રન બનાવ્યા હતા, ત્યારે બંને કેપ્ટન મેચ ડ્રો કરવા પર સહમતિ બતાવી હતી. મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે અણનમ 66 રનની આક્રમક અડધી સદીની ઇનિંગ રમીને સિલેક્ટર્સની બોલતી બંધ કરી દીધી છે.

અગાઉ, તમિલનાડુએ આગળના દિવસના સ્કોર ચાર વિકેટે 380 રનથી આગળ રમતા સેશનમાં બેટિંગ કરી હતી અને 168 રન ઉમેર્યા બાદ આખી ટીમ આઉટ થઈ ગઈ હતી. તમિલનાડુ તરફથી પ્રદોષ રંજને અણનમ 107 રન બનાવ્યા હતા જ્યારે વિજય શંકરે 174 બોલમાં 103 રનનું યોગદાન આપ્યું હતું.

જીત માટે એક સેશનમાં 212 રનનો પીછો કરતા મુંબઈને પૃથ્વી શૉ (15) અને જયસ્વાલે ઝડપી શરૂઆત અપાવી હતી. એલ વિગ્નેશે જોકે જયસ્વાલને આઉટ કરીને તમિલનાડુને પ્રથમ સફળતા અપાવી હતી. અરમાન જાફર (29) એ પછી જયસ્વાલને સારો સાથ આપ્યો, પરંતુ જાફર અને કેપ્ટન અજિંક્ય રહાણે (11 રન) પાંચ ઓવરમાં જ આઉટ થયા પછી ટીમે મેચ ડ્રો કરવાનું યોગ્ય માન્યું. ગ્રૂપના અન્ય મેચમાં આંધ્રએ હૈદરાબાદને 154 રનથી હરાવ્યું હતું, જ્યારે આસામ અને મહારાષ્ટ્રની મેચ ડ્રો રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp