1 મેચમાં 357 રન બનાવી યશસ્વી જૈસ્વાલે ટીમ ઇન્ડિયાનો દરવાજો ખખડાવ્યો

યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈરાની કપ 2022-23ની મેચમાં પોતાની શાનદાર બેટિંગથી ઈતિહાસ રચ્યો હતો. રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી રમતા યશસ્વી જયસ્વાલે મધ્યપ્રદેશ સામેની મેચમાં કુલ 357 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં 259 બોલમાં 30 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 213 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં તેણે 157 બોલમાં 144 રન બનાવ્યા, જેમાં તેણે 16 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા.

ઈરાની કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલે પોતાના નામે કરી લીધો છે. આ મામલામાં તેણે શિખર ધવનને પણ પાછળ છોડી દીધો, શિખર ધવને 2011-12માં 332 રન બનાવ્યા હતા. આ યાદીમાં હનુમા વિહારી 294 રન સાથે ત્રીજા નંબર પર છે.

યશસ્વી જયસ્વાલ ઈરાની કપના 64 વર્ષના ઈતિહાસમાં એક જ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

યશસ્વી જયસ્વાલ ફર્સ્ટ ક્લાસ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર 12મો ભારતીય ખેલાડી છે. કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમતી વખતે 1929માં K.S. દુલીપસિંહજીએ આ સિદ્ધિ સૌપ્રથમ કરી હતી. આ સિવાય હનુમંત સિંહ, સુનીલ ગાવસ્કર, WV રમન, અજય જાડેજા, અંબાતી રાયડુ, ઋષીકેશ કાનિટકર, યુસુફ પઠાણ, નમન ઓઝા, રાહુલ દલા અને ધ્રુવ શોરે એક દાવમાં બેવડી સદી અને એક સદી ફટકારવાનું પરાક્રમ કર્યું છે.

2022-23માં ઘરેલુ ક્રિકેટમાં યશસ્વીનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે. દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં તેણે વેસ્ટ ઝોન તરફથી રમતા 227 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તે ભારત માટે સૌથી ઝડપી 1000 ફર્સ્ટ ક્લાસ રન બનાવવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલ ઘરેલુ ક્રિકેટમાં પોતાના સાતત્યપૂર્ણ સારા પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે.

યશસ્વી જયસ્વાલને તેની 213 અને 144 રનની ઈનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ દાવમાં 213 રન બનાવનાર જયસ્વાલે બીજી ઈનિંગમાં 144 રનનું યોગદાન આપ્યું જેનાથી રેસ્ટ ઓફ ઈન્ડિયાને જીત અપાવી. અહીં તમને જણાવી દઈએ કે, યશસ્વી જયસ્વાલે ઈરાની કપની ફાઈનલમાં જે કારનામું કર્યું છે તે આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.