વિરાટ કોહલીની છત્રછાયા હેઠળ યશસ્વી જયસ્વાલ, સાત સમંદર પાર ‘સ્પેશિયલ ક્લાસ’ લે છે

IPL 2023 યશસ્વી જયસ્વાલ માટે ખૂબ જ ખાસ રહ્યું હતું. તેણે આ સિઝનમાં ન માત્ર તેની પ્રથમ સદી ફટકારી પરંતુ તેની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી હતી. જયસ્વાલની ટીમ ફાઇનલમાં તો ન પહોંચી શકી, પરંતુ આ યુવા ખેલાડીને IPLની ફાઇનલ પહેલા જ એક સારા સમાચાર મળી ગયા હતા. જયસ્વાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જયસ્વાલ હવે કોહલીની છત્રછાયા હેઠળ તાલીમ લઈ રહ્યો છે.
ભારતીય ટીમના તમામ ખેલાડીઓ લંડન પહોંચી ગયા છે. ફાઈનલ મેચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓ સખત મહેનત કરતા જોવા મળ્યા હતા. જયસ્વાલ પણ બુધવારે તેના પ્રથમ તાલીમ સત્ર માટે પહોંચ્યા હતા. જયસ્વાલ અહીં વિરાટ કોહલી પાસેથી બેટિંગ ટિપ્સ લેતો જોવા મળ્યો હતો. આ સાથે યશસ્વીએ ભારતીય ટીમના અન્ય સિનિયર ખેલાડીઓ સાથે પણ વાતચીત કરી હતી.
ટ્રેનિંગ સેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળ્યા હતા. શેડો બેટિંગ કરતી વખતે વિરાટ કોહલી તેને સમજાવી રહ્યો હતો ત્યારે જયસ્વાલ ત્યાં ઊભો રહીને એક સારા શિષ્યની જેમ વિરાટ કોહલીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. કિંગ કોહલી અને ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવ્યો છે.
યશસ્વી જયસ્વાલની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે તે 15 સભ્યોની મુખ્ય ટીમનો ભાગ નથી. તેમ છતાં યશસ્વી જયસ્વાલ માટે આ એક મોટી તક છે. પ્રથમ વખત તેને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો ભાગ બનવાની તક મળવા જઈ રહી છે, જ્યાં વિરાટ કોહલીથી લઈને રાહુલ દ્રવિડ જેવા મોટા નામો છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષે IPLમાં 14 મેચમાં 625 રન બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, યશસ્વી જયસ્વાલે ઘરેલુ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 26 ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. યશસ્વીએ આ સમયગાળા દરમિયાન 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aમાં 1511 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલે 55 T20 ઇનિંગ્સમાં 1578 રન બનાવ્યા છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે.
When Virat Kohli speaks,everyone respect and hear it just like Yashasvi Jaiswal. ❤️pic.twitter.com/QDTVk97zsN
— Akshat (@AkshatOM10) May 31, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp