રિષભ પંતના કાર એક્સિડન્ટ પર કપિલ દેવ બોલ્યા-ડ્રાઇવરનો ખર્ચ ઉઠાવી શકે છે તો..

PC: khabarchhe.com

રિષભ પંતની કાર એક્સિડન્ટ બાદ આખું ક્રિકેટ જગત આઘાતમાં છે. રિષભ પંતની કાર એક્સિડન્ટ બાદ દેશ-વિદેશના ક્રિકેટરોએ પોતાના રીએક્શન આપ્યા છે. વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ રિષભ પંત જલદી સ્વાસ્થ્ય થાય તેવી કામના કરી છે. આ દરમિયાન વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે કહ્યું કે, રિષભ પંત એક ડ્રાઇવર રાખી શકે છે. તેઓ સમજે છે કે તેના જેવા યુવા લક્ઝરી કારો માટે ખૂબ ઝનૂની છે અને સ્પીડનું ધ્યાન રાખતા નથી. કપિલ દેવે કહ્યું કે, કઇ રીતે રિષભ પંત પોતાના માટે એક ડ્રાઇવર રાખી શકતો હતો, જે તેની સાથે થયેલી આ દુર્ઘટનાને ટાળી શકતો હતો.

25 વર્ષીય ક્રિકેટરે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે આ એક્સિડન્ટનું કારણ ખાડો હતો. જો કે, ઉત્તરાખંડ પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિષભ પંતને ગાડી ચલાવતી વખત ઝોકું આવી ગયું હતું. આ બધા વચ્ચે કપિલ દેવે કહ્યું કે, રિષભ પંતે પોતાનો ખ્યાલ રાખવો જોઇએ કેમ કે તેની સામે એક લાંબુ કરિયર છે. કપિલ દેવે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘આ એક શિખામણ છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે હું ઉભરતો ક્રિકેટર હતો, તો મને એક બાઇક દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. એ દિવસ બાદ મારા ભાઇએ મને બાઇકને પકડવા પણ ન દીધી. હું બસ ભગવાનનો આભારી છું કે રિષભ પંત સુરક્ષિત છે. હા, તમારી પાસે શાનદાર ગતિવાળી એક સારી દેખાતી કાર છે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે. તમે સરળતાથી ડ્રાઇવરનો ખર્ચ ઉઠાવી શકો છો. તમારે આ રીતે એકલા ડ્રાઇવ કરવાની જરૂરિયાત નથી. હું સમજુ છું કે કોઇને એવી વસ્તુ માટે શોખ કે ઝનૂન પણ હોય છે, તેની ઉંમરમાં એવું હોવું સ્વાભાવિક છે, પરંતુ તમારી જવાબદારીઓ પણ છે.

કપિલ દેવે કહ્યું કે, માત્ર તમે જ પોતાનો ખ્યાલ રાખી શકો છે. તમારે પોતાના માટે વસ્તુ નક્કી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 30 ડિસેમ્બરની સવારે એક ભયાનક કાર દુર્ઘટનાનો શિકાર થઇ ગયો. જ્યારે તે ઉત્તરાખંડમાં પોતાના ગૃહનગર રુડકી જઇ રહ્યો હતો. તેની કાર અચાનક ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ અને તેમ આગ લાગી ગઇ. રિષભ પંતે બહાર નીકળવા માટે વિન્ડ સ્ક્રીન તોડી દીધી, ત્યારબાદ દુર્ઘટનાસ્થળ પહોંચેલા હરિયાણા રોડવેઝના બસ ચાલક અને કંડક્ટરે તેની મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp