
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાના સમાચાર આ સમયે છવાયેલા છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. નોબત છૂટાછેડા સુધી આવી ગઇ છે. આ દરમિયાન વર્ષ 2023ની શરૂઆત પર સાનિયા મિર્ઝા તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. ટેનિસ સ્ટારે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શોએબ મલિક સાથેના સંબંધો અંગે કશું સ્પષ્ટ રીતે લખ્યું નથી. છતા આ પોસ્ટને શોએબ મલિકના સંબંધ સાથે જોડવામાં આવી રહી છે.
સાનિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તે કેપ પહેરીને નજરે પડી રહી છે. કેપ પર લખેલું છે ‘યુ કાન્ટ હેન્ડલ ધ ટ્રુથ.’ એ સ્પષ્ટ નથી કે આખરે તે કયું સત્ય છે જેની વાત સાનિયા કહી રહી છે. શું આ સત્ય શોએબ મલિક સાથેના સંબંધો સાથે જોડાયેલું તો નથી? સાનિયા મિર્ઝાએ ટ્વીટના કેપ્શનમાં લખ્યું છે કે, મારી પાસે વર્ષ 2022નું વર્ણન કરવા માટે કોઇ સ્પષ્ટ કેપ્શન નથી, પરંતુ કેટલીક ક્યૂટ સેલ્ફી જરૂર છે. બધાને નવા વર્ષની શુભકામનાઓ. વર્ષ 2022એ કેટલીક વખત મને લાત પણ મારી છે. હું સમજી ગઇ છું.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે સાનિયા મિર્ઝાએ કુલ 3 તસવીર શેર કરી છે. એક તસવીરમાં તે દીકરા અઝહાન સાથે પણ નજરે પડી રહી છે. વર્ષ 2010માં સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ એ સમય હતો જ્યારે સાનિયા પોતાના કરિયરમાં પીક પર હતી. શોએબ મલિક પણ પાકિસ્તાની ટીમનો સ્ટાર ક્રિકેટર હતો. પહેલા પણ ઘણી વખત બંને વચ્ચે ખટાસના સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા તો અહીં સુધી દાવો કરી ચૂકી છે કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે સત્તાવાર છૂટાછેડા થઇ ચૂક્યા છે.
I don’t have a long and profound caption for 2022 . But I have a few cute selfies 🙃 Happy New Year everyone ..
— Sania Mirza (@MirzaSania) December 31, 2022
Ps: 2022 you really kicked my butt on some occasions but I’ve gotcha now😏 #grateful #youcanthandlethetruth😉 https://t.co/NQn12LLsbp
જો કે, અત્યાર સુધી આ અંગે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક તરફથી કોઇ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી. છૂટાછેડાના સમાચારો વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક એક પાકિસ્તાની સીરિયલમાં એક સાથે નજરે પડવાના છે. ધ મિર્ઝા મલિક શૉમાં બંને એક સાથે દેખાશે.
હાલમાં જ સાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો નવો ટોક શૉ જરૂર આવ્યો છે. ત્યારબાદ સાનિયા મિર્ઝાએ આ પ્રોગ્રામનો પ્રોમો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેણે બધી અટકળો પર અલ્પવિરામ લગાવી દીધું હતું, પરંતુ હવે ફરી તેની પોસ્ટે અટકળોનું બજાર ગરમ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp