CSKના કેપ્ટને એવું શું કર્યું કે સેહવાગે કહ્યું- ધોની પાસે આની આશા નહોતી

PC: ndtv.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને પહેલી જ મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) સામે 5 વિકેટે હારનો કરવો પડ્યો હતો. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની પાસે એવા 3 ઓલરાઉન્ડર હતા, જેને તે બોલિંગ કરાવી શકતો હતો, પરંતુ તેણે મોઈન અલી, બેન સ્ટોક્સ અને શિવમ દુબે પાસે બોલિંગ ન કરાવી. ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના કેટલાક નિર્ણયો પર હેરાની વ્યક્ત કરી.

વિરેન્દર સેહવાગ એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા તુષાર દેશપાંડેના ઉપયોગથી નિરાશ દેખાયો. તેને અંબાતી રાયડુની જગ્યાએ ઇમ્પેક્ટ ખેલાડીના રૂપમાં લાવવામાં આવ્યો હતો. વિરેન્દર સેહવાગે માન્યું કે, ફાસ્ટ બોલર હિટ થઈ રહ્યા હતા, મહેન્દ્ર સિંહ ધોનીએ વચ્ચેના ચરણમાં મોઈન અલીને એક ઓવર આપવી જોઈતી હતી. જો ધોનીએ વચ્ચે ક્યાંક મોઈન અલીની એક ઓવરનો ઉપયોગ કર્યો હોત તો તેણે તુષાર દેશપાંડે પાસે જવાની જરૂરિયાત ન પડતી, જે ખૂબ મોંઘો સાબિત થયો.

તેણે આગળ કહ્યું કે, તમે મોટા ભાગે મહેન્દ્ર સિંહ ધોની પાસે એવી ભૂલ કરવાની આશા નહીં કરી શકો, પરંતુ જ્યારે જમણા હાથના બેટ્સમેન સામે હોય તો તમે ઓફ સ્પિનરનો ઉપયોગ કરીને જોખમ અને ત્યારબાદ ઈનામ મેળવી શકો છો. તુષાર દેશપાંડેએ પોતાના કોટાની 4 ઓવરમાં માત્ર શુભમન ગિલની વિકેટ લઈને 51 રન આપ્યા હતા, જ્યારે મોઈન અલીને એક પણ ઓવર ન આપવામાં આવી. ચર્ચાનો હિસ્સો રહેલા ભારતના અનુભવી બેટ્સમેન મનોજ તિવારીએ કહ્યું કે, તે ધોનીના દેશપાંડેને નવો બૉલ આપવાથી હેરાન હતો.

તેણે કહ્યું કે, આ ફાસ્ટ બોલરનો ઉપયોગ સામાન્ય રીતે રમતમાં બાદના ચરણોમાં કરવામાં આવે છે. યુવા રાજવર્ધન હેંગરગેકરને પાવરપ્લેમાં ઉપયોગ કરવો જોઈતો હતો. જ્યારે તેને ઇમ્પેક્ટ સબ્સ્ટિટ્યૂટ તરીકે તુષાર દેશપાંડેને નવો બૉલ આપ્યો તો હું હેરાન રહી ગયો. ઘરેલુ ક્રિકેટમાં તે મોટા ભાગે રમત બાદના ચરણોમાં કરે છે. મને લાગ્યું કે કદાચ તે રાજવર્ધન હેંગરગેકરને નવો બોલ આપી શકતો હતો. જો મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડના 92 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. 179 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે પોતાનું આ લક્ષ્ય 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp