દ્રવિડ કોહલીને બોલ્યા- ખૂબ રાહ જોવાડી ટેસ્ટ સદી માટે, વિરાટે આપ્યો મજેદાર જવાબ

PC: BCCI

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. અમદાવાદમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચ ડ્રો થતા ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આ મેચમાં 186 રનની ઇનિંગ રમી અને 3 વર્ષના સદીઓનું સૂકું સમાપ્ત કર્યું. વિરાટ કોહલીને તેના માટે ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો મેચ બાદ રાહુલ દ્રવિડે તેનું ઇન્ટરવ્યૂ લીધું હતું, જેમાં વિરાટ કોહલીએ શાનદાર જવાબ આપ્યા.

BCCI.tv પર શેર કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ વચ્ચે ઘણી વસ્તુઓને લઈને વાતચીત થઈ, જેમાં મુખ્ય રૂપે તેની સદીને લઈને ચર્ચા થઈ. આ દરમિયાન રાહુલ દ્રવિડે એમ પણ કહ્યું કે, તેણે સદી માટે લાંબી રાહ જોવાડી છે. કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, મેં તારી સાથે એક ખેલાડી તરીકે રમતા ઘણી સદી જોઈ છે. અહીં સુધી કે રિટાયરમેન્ટ બાદ ટી.વી. પર ઘણી ટેસ્ટ સદી જોડતા જોયો, પરંતુ છેલ્લા 15-16 મહિનાથી હું ટીમનો કોચ બન્યો છું, તો ટેસ્ટ સદી જોઈ નહોતી.

તેના માટે લાંબી રાહ જોવાડી, પરંતુ અંતે એ જોવા મળી. રાહુલ દ્રવિડે એમ પણ પૂછ્યું કે, શું તેના મનમાં ક્યારેય ટેસ્ટ સદીને લઈને વિચાર આવ્યા હતા? તો વિરાટ કોહલીએ કહ્યું કે, હું ક્યારેય પર્સનલ માઈલસ્ટોનમાં ભરોસો કરતો નથી. હું હંમેશાં ટીમ પરિસ્થિતિના હિસાબે રમુ છું અને આ દરમિયાન જો સદી બને છે તો એ મોટી વાત છે. જો આપણે ટીમને આગળ લઈ જવા માટે રમીએ છીએ તો ત્યાં સદી આવી શકીએ છીએ. ટેસ્ટ સદી માટે લાંબી રાહ અને અમદાવાદમાં એક સારી ઇનિંગને લઈને વિરાટ કોહલીએ કહ્યું કે, મને ખબર હતી કે આ પીચ ફ્લેટ છે.

આ જ કારણ હતું કે, પહેલા 100 રનોમાં માત્ર ચાર જ ફોર હતા. ઓસ્ટ્રેલિયાના બોલરોએ સારી જગ્યાએ બૉલ પીચ કરાવી રહ્યા હતા. સ્પીડનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ હું જાણતો હતો કે જો હું રમતો રહ્યો તો રન જરૂર આવશે. આ ઇન્ટરવ્યૂમાં કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીને ઇંગ્લેન્ડમાં કઈ રીતે રમશે? તેની બાબતે પૂછતા વિરાટ કોહલી અનોખા અંદાજમાં જવાબ આપે છે. વિરાટ કોહલી કહે છે કે હું દરેક જગ્યાના હિસાબે પોતાને બદલું છું અને જ્યારે ઇંગ્લેન્ડમાં રમીશ તો ત્યાં અલગ રૂપ દેખાશે અને અમદાવાદમાં અલગ. તે એમ પણ કહે છે કે દરેકે મેચના કન્ડિશનના હિસાબે પોતાને બદલવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp