26th January selfie contest

તમારે કેપ્ટન્સી છોડી દેવી જોઈએ..બાબર આઝમે ઘણો બેશરમીથી આપ્યો રિપોર્ટરને જવાબ

PC: geosuper.tv

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ તેની કેપ્ટન્સીમાં ટીમને સ્થાનિક ટેસ્ટ સીઝનમાં એક પણ જીત અપાવી શક્યો નથી. હવે તેની કેપ્ટન્સી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે બાબર આઝમ તેની સાથે ઈત્તફાક નથી રાખતો. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં પણ તેની ટીમની જીત થઈ ન હતી. તેવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની પર સવાલોનો ખડકો થઈ ગયો હતો. પત્રકારો તેને ઘણી રીતના સવાલો પૂછી રહ્યા હતા.

સ્થાનિક ટેસ્ટ સીઝનમાં એક પણ જીત ન મેળવી શકનાર પાકિસ્તાનની ટીમના કેપ્ટન બાબર આઝમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધની પહેલી વનડે સીરિઝ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં એક પત્રકારે પૂછ્યું હતું કે શું ગયા વર્ષે સ્થાનિક રેકોર્ડ ખરાબ હોવાના કારણે તે ટેસ્ટ કેપ્ટન્સી છોડવા અંગે વિચારી રહ્યા છે. તેની પર બાબર આઝમે કહ્યું હતું કે, મને લાગે છે કે ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ છે અને હવે સીમિત ઓવરોની સીરિઝ રમવાની છે તો તે અંગે જ સવાલો પૂછવામાં આવે.

કેપ્ટન્સીને લઈને ઉઠેલા સવાલ પર બાબર આઝમે એક લાઈનમાં જ જવાબ આપી દીધો હતો. તેણે કહ્યું હતું કે મારે પોતાને કોઈની સામે સાબિત કરવાની જરૂર નથી. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું. મારું ફોકસ પાકિસ્તાન માટે સારું રમવાનું છે. તેની સાથે જોડાયેલો બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.બાબર આઝમ આગળ કહે છે કે સીમિત ઓવરની ક્રિકેટમાં અમે ઘણું સારું પ્રદર્શન કર્યું છે અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પણ આ લયને કાયમ રાખવા ઈચ્છીએ છીએ. ન્યુઝીલેન્ડ ઘણી સારી ટીમ છે અને બંને ટીમો માટે આ ઘણી રસાકસી ભરેલી સીરિઝ રહેવાની છે.

તેણે કહ્યું હતું કે ખેલાડીઓના સિલેક્શનને લઈને અંતરીમ મુખ્ય સિલેક્ટર શાહિદ આફ્રિદી સાથે તેની કોઈ મગજમારી નથી થઈ. તેણે કહ્યું હતું કે તે અને હેડ કોચ પોતાની રાય આપે છે અને બેઠકોમાં પોતાની રણનિતીતી પણ સિલેક્ટર્સને અવગત કરાવે છે. આ પહેલા પણ બાબર આઝમ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબ માટે અજીબો ગરીબ રિએક્શન અને જવાબ આપતો જોવા મળ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ ડ્રોમાં પરિણમી હતી અને તેની સાથે જ પાકિસ્તાનનું 2023નું જીત સાથે શરૂઆત કરવાનું સપનું રોળાઈ ગયું હતું.        

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp