યુસુફ પઠાણે મોહમ્મદ આમીરને ધોઈ નાખ્યો, ફક્ત આટલા બોલમાં 80 રન ફટકારી દીધા

PC: hindnow.com

વિસ્ફોટક ઓલરાઉન્ડર યુસુફ પઠાણનું કરિયર ભારતીય ટીમમાં લાંબુ ટકી શક્યું નહીં. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા યુસુફને 2012 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી નથી. તેણે ભારત માટે 57 ODI અને 22 T20 મેચ રમી છે. પરંતુ IPLની સાથે સાથે પઠાણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખુબ ધૂમ મચાવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે વિશ્વની અલગ-અલગ લીગમાં રમતા જોવા મળે છે. અહીં પણ તેનું આક્રામક સ્વરૂપ જોવા મળે છે.

યુસુફ પઠાણ જ્યારે પણ બેટિંગ કરે છે ત્યારે સામેવાળી ટીમનો પરસેવો પડવા લાગે છે. તેણે ઘણી મેચો પોતાના એકલા હાથે ફેરવી નાખી છે. તેણે શુક્રવારે ZimAfro T10 લીગમાં પ્રથમ ક્વોલિફાયર મેચ દરમિયાન કંઈક આવું જ કર્યું. જ્યારે તેણે વિરોધી ટીમના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. ખાસ કરીને પઠાણે પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિર પર નિશાન સાધ્યું હતું. 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર યુસુફ પઠાણે આ મેચમાં મોહમ્મદ આમીરની એક ઓવરમાં 24 રન ફટકાર્યા હતા. આમિરે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, 40 વર્ષીય ભારતીય ખેલાડી તેની આ રીતે ધોલાઈ કરશે.

યુસુફ પઠાણ હાલમાં જિમ આફ્રો T10 લીગમાં રમી રહ્યો છે. તે જોબર્ગ બફેલોઝ ટીમનો એક ભાગ છે. યુસુફ પઠાણે ટુર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 26 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી. એટલે કે તેનો સ્ટ્રાઈક રેટ 307.69 હતો. આ અણનમ ઇનિંગ દરમિયાન યુસુફના બેટમાંથી 4 ચોગ્ગા અને 9 છગ્ગા નીકળ્યા હતા. તેની ઇનિંગ્સ જોબર્ગ બફેલોઝને જિમ આફ્રો T10 લીગની ફાઇનલમાં લઈ ગઈ.

ડરબન કલંદર્સની ટીમ જોબર્ગ બફેલોઝની સામે હતી. જોબર્ગને જીતવા માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. યુસુફ પઠાણની સાથે બાંગ્લાદેશના મુશફિકુર રહીમ ક્રીઝ પર હતા. તેણે લેગ બાયમાં પ્રથમ બોલ પર સિંગલ રન કર્યો હતો. હવે બેટિંગમાં પઠાણનો વારો હતો. તેંદાઈ ચતારા સામે સિનિયર પઠાણે બીજા બોલ પર લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ ડીપ મિડ-વિકેટની તરફ ચાર રન માટે ગયો. ચોથો બોલ ફરી એકવાર લોંગ ઓનની બહાર મોકલવામાં આવ્યો. યુસુફ પઠાણે 5માં બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

આ ઇનિંગ દરમિયાન યુસુફ પઠાણે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરની ઓવરમાં પણ ખુબ ધોલાઈ કરી હતી. 8મી ઓવરમાં પઠાણે આમિર સામે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ સાથે તેણે ભાગીને બે રન પણ લીધા હતા. આમિરે એક વાઈડ બોલિંગ કરી અને આમ ઓવરમાં 25 રન બનાવ્યા. આમિરે બે ઓવરમાં 42 રન આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp